યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટ પ્રભાવી છે પણ બ્રિટિશ હેલ્થ ઓથોરિટીએ ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ બીએ.2ના હજારો કેસો ઓળખી કાઢ્યા છે. ધ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જાન્યુઆરી મહિનાના પ્રથમ દસ દિવસમાં જ બ્રિટનમાં આ પેટા વેરિઅન્ટના 400 કરતાં વધારે કેસો ઓેળખી કાઢ્યા છે.
પેટા વેરિઅન્ટના કેસો 40 દેશોમાં જોવા મળ્યા
આ પેટા વેરિઅન્ટના કેસો ભારત, ડેન્માર્ક અને સ્વિડન સહિત અન્ય 40 દેશોમાં જોવા મળ્યા છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ વાઇરલ જિનોમમાં થયેલા ફેરફાર બાબતે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તે છે પણ તાજેતરમાં ભારત અને ડેન્માર્કમાં આ પેટા વેરિઅન્ટના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. ડેન્માર્કમાં કોરોનાના નવા 33,835 કેસ અને 25 જણાના મોત નોંધાયા હતા.

ફ્રેન્ચ મહામારીશાસ્ત્રી એન્તોઇન ફ્લાહોલ્ટે જણાવ્યું હતું કે આ પેટા વેરિઅન્ટ જે ઝડપે ફેલાઇ રહ્યો છે તે અમારા માટે આશ્ચર્યજનક છે. એશિયામાં મોટાપાયે ફેલાયેલો આ બીએ.2 એ હવે ડેન્માર્કમાં પગદંડો જમાવ્યો છે.તેમણે ચેતવણીના સૂરે જણાવ્યું હતું કે દેશોએ આ નવા પેટા વેરિએન્ટ સામે સાવચેત રહેવાની જરૂર છે. ઓથોરિટીએ બહુ ઝડપથી ફેલાતા બીએ.2ને વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન કેટેગરીમાં મુક્યો છે.
બીએ.1 અને બીએ.2ના ચેપની તીવ્રતામાં ઝાઝો ફરક નથી

લંડનની ઇમ્પિરિયલ કોલેજના વાયરોલોજિસ્ટ ટોમ પિકોકે જણાવ્યું હતું કે ભારત અને ડેન્માર્કના પ્રારંભિક નીરિક્ષણો દર્શાવે છે કે બીએ.1 અને બીએ.2ના ચેપની તીવ્રતામાં ઝાઝો ફરક નથી.બીએ.1 અને બીએ.2 પર કોરોનાની રસીની અસરકારકતામાં પણ બહુ ઓછો ફરક હોવાની સંભાવના છે.
વર્તમાન ઓમિક્રોન વેવ પર પણ આ પેટા વેરિઅન્ટની બહું મોટી અસર પડે તેમ મને લાગતું નથી. આજે યુએસમાં કોરોનાના નવા 8,79,980 લાખ કેસો નોંધાયા હતા અને 3567 ના મોત થયા હતા. યુએસમાં કોરોનાના કુલ 70,209,840 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 8,64,556 થયો હતો. રશિયામાં કોરોનાના નવા 57,212 કેસો નોંધાયા છે અને 681ના મોત થયા છે.
દરમ્યાન સિંગાપોરમાં કોરોનાના નવા 1945 કેસો નોંધાયા હતા.જાપાનમાં પણ કોરોનાના નવા 49,531 કેસો નોંધાયા હતા. જ્યારે મેક્સિકોમાં કોરોનાના નવા 49,906 કેસો અને 331 જણાના મોત નોંધાયા હતા. બેલ્જિયમમાં પણ કોરોનાના નવા 54,478 કેસો અને 21 જણાના મોત નોંધાયા હતા. પોલેન્ડમાં કોરોનાના નવા 40,876 કેસો અને 193 જણાના મોત નોંધાયા હતા.
Read Also
- ટ્રિક / Gmail યુઝર્સની બલ્લે બલ્લે! હવે ઇન્ટરનેટ વિના મોકલી શકશો Email; બસ ફોલો કરો આ 5 સ્ટેપ્સ
- Gym Diet/ જીમ કર્યા પછી શું પાણી પીવું જોઈએ? સ્વાસ્થ્ય સાથે ન કરો ચેડાં, જાણો સત્ય
- ઉદ્ધવ સરકારની ચિંતા વધી! મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણનો આજે સાતમો દિવસ, વધુ એક પ્રધાન બળવાખોર ખેમામાં પહોંચતા કુલ MLAની સંખ્યા 47 પહોંચી
- કોફી પીને ક્યારેય ના કરતા શોપિંગ, કારણ જાણીને થઈ જશો હેરાન!
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’