GSTV

નવી કાર પોલિસી / એક ચેકથી નહીં ચાલે પેમેન્ટ, જાણો શું બદલાઈ રહ્યા છે નિયમો?

વીમા નિયમનકાર ( IRDAI) આઇઆરડીએઆઈએ વર્ષ 2017માં MISP ગાઈડલાઈન – માર્ગદર્શિકાઓને લાગુ કરી હતી. જેનો આશય હતો કે ઈન્સ્યોરન્સ એક્ટ, 1938 હેઠળ ડિલર્સ દ્વારા ગાડીઓની ઈન્સ્યોરન્સ વેચવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને સરળ બનાવવાના છે. એમઆઈએસપી એ વીમા કંપની અથવા વીમા મધ્યવર્તી એકમ વતી નિયુક્ત વાહન ડીલરનો છે, જે પોતાના દ્વારા વેચાનારા વાહનો માટે વીમા સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.

MISP ની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના

જૂન 2019 માં, નિયમનકાર IRDAI એ MISP ની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. પેનલે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે, જેમાં MISP દ્વારા મોટર વીમા વ્યવસાય સંબંધિત અનેક દરખાસ્તો સહિત વિવિધ સૂચનો પણ આપવામાં આવ્યા છે.

ઇન્શ્યોરન્સ

ગ્રાહકો પાસેથી પ્રીમિયમ ચુકવણી એકત્રિત કરવાની હાલની સિસ્ટમની પણ સમીક્ષા કરી

અન્ય ઘણા મુદ્દાઓની સાથે, પેનલ દ્વારા મોટર વીમા પોલિસી જારી કરતી વખતે ગ્રાહકો પાસેથી પ્રીમિયમ ચુકવણી એકત્રિત કરવાની હાલની સિસ્ટમની પણ સમીક્ષા કરવામાં આવી છે. જેના પર પેનલ કહે છે કે જ્યારે ગ્રાહક ઓટોમોટિવ ડીલર પાસેથી નવી કાર ખરીદે છે અને એક જ ચેક સાથે સંપૂર્ણ ચૂકવણી કરે છે, ત્યારે વીમા પ્રીમિયમની કિંમત અંગે પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.

ઈન્સ્યોરન્સ કંપનીનું પેમેન્ટ પોતાના એકાઉન્ટથી આપે છે ડિલર

આ સિસ્ટમ પારદર્શી કેમ નથી કારણ કે misp ઈન્સ્યોરન્સ કંપનીનું પેમેન્ટ પોતાના એકાઉન્ટથી આપે છે. કમિટીનું કહેવું છે કે એવામાં કસ્ટમરને ખબર નથી પડતી કે તેણે કેટલું ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ચુકવ્યું છે. કારણ કે તે ગાડીની કુલ કિંમતમાં શામેલ હોય છે. કમિટીનું કહેવું છે કે પારદર્શિતાની ખામી પોલિસીધારકના હિતમાં નથી. કારણ કે ઈન્સ્યોરન્સની ઓરીજીનલ કિંમત તેને ખબર નથી હોતી. ગ્રાહકને કવરેજ ઓપ્શન અને ડિસ્કાઉન્ટ બાબતે પણ જાણકારી નથી મળતી. ગ્રાહક MISP સાથે સારા કવરેજ માટે પણ મોલભાવ નથી કરી શકતો.

ગ્રાહકે વીમા કંપનીને ડાયરેક્ટ પેમેન્ટ કરવું

કમિટીને પોતાનો રિવ્યુ આપતાં કહ્યું છે કે ગ્રાહકને MISP ની તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી વીમા કંપનીને ડાયરેક્ટ પેમેન્ટ કરવું જોઈએ. MISP ને ઈન્શ્યોરન્સ પ્રીમિયમના પૈસા પહેલા પોતાના એકાઉન્ટમાં ન નાખવા જોઈએ. જે પછીથી ઈન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિસ્ટમ પારદર્શી નથી.

કુલ મોટર ઈન્શ્યોરન્સ બિઝનેસના 25 ટકા

રીપોર્ટ મુજબ MISP થી બ્રોકર્સ અને વીમા કંપનીઓ દ્વારા થનારા કુલ બિઝનેસની વાત કરવામાં આવે તો કુલ મોટર ઈન્શ્યોરન્સ બિઝનેસના 25 ટકા હોય છે અથવા તો પછી કુલ જનરલ ઈન્શ્યોરન્સ બિઝનેસના 11.5 ટકા જેટલું બેસે છે. કમિટીનું કહેવું છે કે MISP દ્વારા મોટર ઈન્શ્યોરન્સના મોટા અવસરને જોતાં નિરીક્ષણને લઈને એક મજબૂર રેગ્યુલેટરી ફ્રેમવર્કની જરૂરિયાત છે. પેનલનું કહેવું છેકે MISP ને અનિવાર્ય રૂપથી ગ્રાહકોને ઈન્શ્યોરન્સ કંપનીઓ અથવા ઈન્શ્યોરન્સ પ્રતીનિધિઓ દ્વારા મળનારા પુરસ્કાર – ઈનામો બાબતે પણ બતાવવું જોઈએ. કેશલેસ સેટલમેન્ટ મામલે સેલ્સ અને મોટર ઈન્શ્યોરન્સ પોલિસીની સેવાઓ અલગ અલગ રાખવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!