UIDAIએ દેશમાં જન્મતા નવજાત બાળક માટે પણ આધાર કાર્ડની સુવિધા આપી છે. એટલે કે હવે તમે નવજાત બાળકનું પણ આધાર બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, દેશના અમૂક હોસ્પિટલોમાં પણ અહીં જન્મતા બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે પ્રોસેસ પૂરી કરી લે છે. આજના સમયમાં બાળકોથી લઈને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે આધાર કાર્ડ એક જરૂરી ડોક્યૂમેન્ટ છે. તેના વગર તમારા અનેક કામ અટકી જાય છે. UIDAIએ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી.

UADAI એ કર્યું ટ્વિટ
UADAIએ ટ્વિટમાં લખ્યું કે, દરેક આધાર માટે ઈનરોલ કરાલી લે. ત્યાં સુધી કે નવજાત બાળક માટે પણ નામાંકન કરવામાં આવી શકે છે. તેના માટે તમારી પાસે બાળકનું જન્મ પ્રમાણપત્ર અને માતા-પિતામાંથી કોઈ એકનું આધાર હોવું જોઈએ.
નથી લેવામાં આવતુ બાયોમેટ્રીક
તમને જણાવી દઈએ કે 1 દિવસથી લઈને 5 વર્ષ સુધીના બાળકના આધાર માટે બાયોમેટ્રિક ડેટા લેવામાં આવતો નથી. તેમજ 5 વર્ષ સુધીના બાળકોનો બાયોમેટ્રીક બદલાતો રહે છે. એટલા માટે તેને લેવામાં આવતો નથી. જ્યારે તમારું બાળક 5 વર્ષનું થઈ જાય ત્યારે તમારે તેને અપડેટ કરવું પડે છે.
ક્યા ડોક્યૂમેન્ટની પડે છે જરૂર
એક દિવસના બાળકનું આધાર બનાવવા માટે તમારે માત્ર બાળકનું જન્મ પ્રમાણપત્ર અને માતા-પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ અને ઓળખ પત્ર જોઈએ. આ બે ડોક્યૂમેન્ટની મદદથી તમે તમારા બાળકનું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો.

કેવી રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન
- UIDAIની વેબસાઈટ પર જઈ અને આધાર કાર્ડ રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.
- ત્યાં ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં બાળકનું નામ, તમારો મોબાઈલ નંબર, ઈ-મેઈલ ભરો.
- ત્યારબાદ તમારું આધાર કાર્ડ સેંટર કરવા માટે અપોઈનમેન્ટ મળશે.
- હવે તમારે નક્કી કરેલ દિવસ અને સમય પર આધાર એનરોલમેન્ટ સેંટર પર તમામ જરૂરી ડોક્યૂમેન્ટ લઈ જાવ.
આ લિંકની કરો વિઝિટ
બાળકોના આધાર અંગે વધુ જાણકારી અને અપોઈનમેન્ટ માટે તમે આ લિંક https://ask.uidai.gov.in/ પર વિઝિટ કરી શકો છો.
READ ALSO
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ
- ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત