GSTV

એક એવું પુસ્તક જે ખોલી કાઢશે ટ્રમ્પ-કિમ જોન્ગ વચ્ચેની મિત્રતાના ગૂઢ રહસ્યો

અમેરિકનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ  ભરપૂર પ્રયત્ન કર્યા કે ઉત્તર કોરિયા પરમાણું હથિયાર વિકસિત ન કરી શકે. તેના માટે તેમણે પોતે આગળ આવીને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન  સાથે ત્રણ-ત્રણ વાર મુલાકાત કરી, પરંતુ ઉત્તર કોરિયા પોતાના ઇરદાથી પાછળ હટ્યું નહી.

ટ્રમ્પ-કિમ જોંગની મુલાકાતો પર આવી રહયું છે એક પુસ્તક

પરંતુ બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતો દુનિયાભરના મીડિયામાં ખૂબ છવાયેલી રહી. હવે બંનેની મુલાકાતો અને વાતચીત પર આધારિત પુસ્તક ‘રેજ’ આવી રહ્યું છે, જેમાં બંને વચ્ચે શું વાતો થઇ, આ બધાનો ઉલ્લેખ આ પુસ્તકમાં હશે.

બંને ની મુલાકાતો ફેન્ટસી ફિલ્મ જેવી: પ્રકાશક

પુસ્તકને પ્રકાશિત કરનાર પબ્લિશિંગ ફર્મએ દાવો કર્યો છે કે કિમ જોંગ ઉનને ટ્રમ્પ સાથે મુલાકાતો કોઇ ‘ફેન્ટસી ફિલ્મ’ જેવી લાગી. આ પુસ્તકના પહેલા ભાગનું નામ ‘ફીયર’ હતું, અને પહેલી મુલાકાત બાદ તે વાતો ‘રેજ’ નામે છપાશે.

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે પુસ્તક

આ પુસ્તક 15 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે લખવામાં આવેલા 25 પત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે.

આખરે કેવી રીતે દુશ્મની ફેરવાઈ પ્રેમમાં

બંને નેતાઓના કારણે વોશિંગ્ટન અને પ્યોંગયાંગમાં એક સહમતિ બનવાની આશા હતી, જે એકબીજાને બેઇજ્જત કરવા, યુદ્ધની ધમકી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રેમના ઇઝહારમાં બદલાઇ ગઇ.

બંને વચ્ચે થયેલ વાતોની ઉલ્લેખ છે પુસ્તકમાં

પત્રકાર બોબ વુડવર્ડએ આ પુસ્તકને લખ્યું છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે શું વાતો થઇ, તેને તે પુસ્તકમાં પ્રકાશિત થતાં પહેલાં ન કહી શકાય. જોકે પ્રકાશન સાઇમન એન્ડ શુસ્ટર એ અમેઝોન પર પુસ્તકના પેજ પર લખ્યું છે કે આ પત્રોમાં કિમ જોંગ ઉનએ બંને નેતાઓ વચ્ચે પરસ્પર સમજને ‘ફેન્ટસી ફિલ્મ’ માફક ગણાવી છે. જેમાં બંને નેતાઓએ એકદમ મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત કરી.

MUST READ:

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!