જો તમે બાઇક પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. ટૂંકી મુસાફરી માટે બાઇક બેસ્ટ માનવામાં આવે છે. કારણ કે તે ઓછા ખર્ચે ચાલે છે. આ ઉપરાંત ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર બાઇક દ્વારા મુસાફરી કરવાથી પણ સમયની બચત થાય છે. સરકારે બાઇક પર મુસાફરી કરનારાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ બાળક સાથે ડ્રાઇવિંગ સાથે સંબંધિત છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MORTH) એ બાળકની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. જેથી બાળકો બાઇક પર મુસાફરી દરમિયાન વધુ સુરક્ષિત રહે. આવો અમે તમને આ નિયમ વિશે વિગતે જણાવીએ.
આ છે નવો નિયમ
નવી દરખાસ્ત મુજબ, બાઇક, સ્કૂટર, સ્કૂટી, મોટરસાઇકલ વગેરે જેવા ટુવ્હીલરની પાછળ 4 વર્ષ સુધીના બાળકને બેસાડીને લઈ જતી વખતે સ્પીડ લીમિટ 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. ટુ વ્હીલર ડ્રાઇવર 9 મહિના અને 4 વર્ષની વય વચ્ચેના પાછળના સીટર બાળકને ક્રેશ હેલ્મેટ પહેરાવશે. MORTH મુજબ, મોટરસાયકલ ચાલક તે સુનિશ્વિત કરશે કે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમને બાઇક અથવા સ્કૂટર પર લઈ જવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરશે.

કેવી રીતે થશે બાળકોની સુરક્ષા
સેફ્ટી હાર્નેસ એ બાળક દ્વારા પહેરવામાં આવતું એક એવું જેકેટ છે, જેની સાઇઝને એડજસ્ટ કરી શકાય છે. તેને પહેર્યા પછી બાળકની સેફ્ટી વધે છે. કારણ કે તે બાળકને બાંધીને રાખવાનું કામ કરે છે. વાસ્તવમાં, સેફ્ટી હાર્નેસમાં કેટલાક બેલ્ટ હોય છે, જે ડ્રાઇવરના ખભા સાથે જોડાયેલા હોય છે.
નવેમ્બર સુધી માંગ્યા સૂચનો અને વાંધાઓ
મંત્રાલયે આ પ્રસ્તાવ પર લોકોના વાંધાઓ અને સૂચનો પણ માંગ્યા છે. જેમ બાઇકમાં બાળકોની સુરક્ષા માટે સેફ્ટી હાર્નેસ હોય છે. એ જ રીતે કારમાં ચાઈલ્ડ લોક સહિત અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સુવિધાઓ દ્વારા બાળકોની સેફ્ટી વધે છે.

જાન્યુઆરી 2023 થી લાગુ થશે નિયમ
મળતી માહિતી મુજબ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના અધિકારીઓએ નવેમ્બરના અંત સુધીમાં નોટિફિકેશન સામે વાંધો માંગ્યો છે. જે પણ વાંધાઓ આવશે, તેનું નિરાકરણ કરવામાં આવશે. આ પછી ગેઝેટ જારી કરીને સુધારો કરવામાં આવશે. નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નવા નિયમો સુધારાના એક વર્ષ પછી લાગુ થશે. મતલબ કે ડિસેમ્બર સુધીમાં વાંધાઓનું સમાધાન થયા બાદ તેમાં સુધારો કરવામાં આવશે અને એક વર્ષ પછી પેસેન્જર 2022ના અંત સુધીમાં અથવા જાન્યુઆરી 2023માં તેનો અમલ કરવામાં આવશે.
એક દિવસમાં સરેરાશ 31 બાળકોના અકસ્માતમાં મૃત્યુ
માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2019માં સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતમાં 11168 બાળકોના મોત થયા હતા. આ હિસાબે એક દિવસમાં સરેરાશ 31 બાળકોના મોત થયા છે, જે માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુના આઠ ટકા છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ 11.94 ટકા વધુ હતો.
Read Also
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું
- BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?
- ઓડિશામાં રેલવે દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ એક દિવસનો રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન સમારોહ રદ
- Train accident: PM મોદીએ રેલ દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, મૃત્યુઆંક વધીને 288 થયો