કોરોનાના કારણે બેંકિંગ ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી થઇ ગઇ છે. ત્યાં સુધી કે RBIના પૂર્વ ગવર્નરે પણ આગામી 6 મહિનામાં NPA વધવાની આશંકા વ્યક્ત કરી છે. જેના પગલે હવે બેન્કોએ કમાણી માટે નિયમોમાં કેટલાંક બદલાવ કર્યા છે જેથી રોકડનું સંતુલન જળવાઇ રહે. બેન્કોએ 1 ઓગસ્ટથી મિનિમમ બેલેન્સ પર ચાર્જ લગાવવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત 1 ઓગસ્ટથી 3 ટ્રાન્જેક્શન બાદ તમારે દરેક ટ્રાન્જેક્શન માટે બેન્કને પે કરવુ પડશે.

આ બેન્ક લાગુ કરી રહી છે નવો નિયમ
બેન્ક ઑફ મહારાષ્ટ્ર, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને આરબીએલ બેન્કમાં આ ચાર્જ એક ઓગસ્ટથી પ્રભાવી થઇ જશે. ચાલો તમને વિગતે જણાવીએ કે આ બેન્ક કયા નિયમો બદલી રહી છે.
Bank of Maharashtra

બેન્ક ઑફ મહારાષ્ટ્રના કસ્ટમર્સે મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં પોતાના એકાઉન્ટમાં મિનિમમ 2000 રૂપિયા રાખવા જરૂરી છે. જો એવું નહી થાય તો શહેરી ક્ષેત્રોમાં 75 રૂપિયા, અર્ધ શહેરી ક્ષેત્રમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 20 રૂપિયા પ્રતિ માસના દરે પેનલ્ટી ચાર્જ આપવાનો રહેશે. આ જ રીતે એક મહિનામાં ત્રણ ફ્રી ટ્રાન્જેક્શન બાદ જમા અને ઉપાડ પર 100 રૂપિયા સુધીનો ચાર્જ લાગશે.
Kotak Mahindra bank

કોટક બેન્કમાં પણ નિયમ બદલાઇ ગયા છે અને BOMની જેમ અહીં પણ ત્રણ ટ્રાન્જેક્શન બાદ તમારે ફી ચુકવવી પડશે. મિનિમમ બેલેન્સ ન રાખવા અથવા કોઇ પેમેન્ટ ફેલ થવા પર તમારે પેનલ્ટી આપવાની રહેશે. ટ્રાન્જેક્શન ફેલ થવા પર 25 રૂપિયા અને ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડથી 5 વાર રૂપિયા ઉપાડ્યા બાદ તમારે કેશ ઉપાડવા પર દર વખતે 8 રૂપિયા આપવા પડશે.
Axis Bank

ECS ટ્રાન્જેક્શન પર હવે એક્સિસ બેન્ક કસ્ટમર્સે 25 રૂપિયા દર ટ્રાન્જેક્શન પર આપવા પડશે પહેલા આ ફ્રી હતુ. આ ઉપરાંત બેન્કે 10 રૂપિયા/ 20 રૂપિયા અને 50 રૂપિયાના બંડલ પર 100 રૂપિયા પ્રતિ બંડલ હેન્ડલિંગ ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે.
Read Also
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર
- વિશ્વાસઘાત! અમદાવાદના બુલિયન વેપારીના કર્મચારીએ કરી છેતરપિંડી, 13 કરોડ 50 લાખનું સોનું લઈને અન્ય સાથીદારો સાથે થયો ફરાર
- રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ