ચટાકેદાર-મસાલેદાર વાનગીઓમાં વ્યાપક વપરાતી, ગરીબોની કસ્તુરી ગણાતી તથા કેટલાક ઔષાધીય ગુણો ધરાવતી ડુંગળીનું આ વર્ષે ગુજરાતમાં 70 હજાર હેક્ટરમાં આશરે 20 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. શિયાળામાં રવિ સીઝનમાં વવાતી ડુંગળીની હાલ બજારમાં આવક શરુ થઈ ગઈ છે અને આજે રાજકોટ યાર્ડમાં 3700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.

યાર્ડના સૂત્રો અનુસાર પંજાબ, ઉત્તરપ્રદેશ તથા સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અને પડોશી દેશોમાં પણ સૌરાષ્ટ્રની ડુંગળીની માંગ નીકળતા ખેડૂતોને એકંદરે સારા ભાવ મળે છે અને રાજકોટ યાર્ડમાં મોટા જથ્થામાં ડુંગળી ઠલવાય છે તે મૂજબ માંગ પણ રહેતી હોય ખપત થઈ જાય છે.
રાજ્યમાં સામાન્ય રીતે 63750 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે જે ગત વર્ષે એકદમ વાધીને 88 હજાર હેક્ટરમાં થયું હતું જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 70 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. સરકારના અંદાજ મૂજબ હેક્ટર દીઠ સરેરાશ 28353કિલો ડુંગળીની ઉપજ મળે તેવી શક્યતા છે.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે નવી સીઝનની ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોના રૂ.110-270 લેખે સોદા થયા હતા. આ પહેલા યાર્ડમાં ગત તા.8-1-2023થી તા.13-1-2023 સુધીમાં રોજની 5000 ક્વિન્ટલથી વધુ લેખે 31,000 ક્વિન્ટલ એટલે કે 1.55 લાખ મણ ડુંગળીની ધોધમાર આવક નોંધાયેલી છે. હવે રવિપાકની નવી ડુંગળીનું સૌરાષ્ટ્રના યાર્ડમાં આગમન થયું છે.

બીજી તરફ ગાત્રો શિથીલ કરતી કાતિલ ઠંડીની શાકભાજીની આવક અને ભાવ ઉપર પણ પ્રતિકૂળ અસર નોંધાઈ છે. શાકભાજીના ભાવમાં ફરી આંશિક વાધારો થયો છે. ટમેટા, મરચાં સહિતના શાકભાજીના ભાવ વધુ પડતી ઠંડીના કારણે વધ્યા છે.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો