GSTV
Gujarat Government Advertisement

ચેતી જજો/ ભારતમાં મળ્યો કોરોનાનો નવો ‘AP’ સ્ટ્રેઈન, 15 ગણો છે વધુ ચેપી: વૈજ્ઞાનિકો છે ચિંતિત

Last Updated on May 4, 2021 by pratik shah

ભારતમાં ઘાતક કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ સામે આવ્યું છે. જેનું નામ એપી સ્ટ્રેન(AP Strain) છે. એટલે કે આ વેરિએન્ટ આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K વેરિએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસની શોધ કરી છે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોવિક્યુલર (CCMB)ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વેરિએન્ટ 15 ઘણો સંક્રામક છે. તેના કારણે માત્ર ત્રણ ચાર દિવસમાં લોકો બિમાર પડી જાય છે.

વેક્સિન

આ વેરિએન્ટ 15 ઘણો સંક્રામક છે

એપી સ્ટ્રેન(AP Strain) નામના આ વેરિએન્ટને સૌથી પહેલા આંધ્રપ્રદેશના કુરનૂલમાં શોધવામાં આવ્યો હતો. આ વેરીએન્ટ B1.617 અને B1.618થી પણ સૌથી વધુ ખરતનાક છે. વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રીક્ટ ક્લેકેટર વી.વિનય ચંદે જણાવ્યું કે જણાવ્યું કે CCMBમાં આ સમયે ઘણા વેરિએન્ટસની તપાસ કરવામાં આવી રહી છે. કયું વેરિએન્ટ કેટલું ખતરનાક છે તે CCMBના વૈજ્ઞાનિકોજ જણાવી શકશે. પરંતુ એ વાત સાચી છે કે નવું સ્ટ્રેઈન જોવા મળ્યું છે. તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.

સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા

તેમાં જોવામાં આવી રહ્યું છે કે કોરોના વારસના આ નવો સ્ટ્રેઈન જલ્દી વિકસીત થઈ રહ્યો છે, અને ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. સાથે સાથે લોકોને વધુ સંક્રમિત થઈ રહ્યો છે. આ સ્ટ્રેઈનથી સંક્રમિત લોકો 3થી4 દિવસમાં ગંભીર પરિસ્થિતિમાં પહોંચે છે .

નવો વેરિએન્ટ સતત લોકોને ઝડપથી બિમાર કરી રહ્યો છે

પ્રથમ લહેર જેવી હાલત નથી, આ વખતે આ નવો વેરિએન્ટ સતત લોકોને ઝડપથી બિમાર કરી રહ્યો છે. આ નવા સ્ટ્રેન મામલે કંઈપણ કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ વાયરસથી ઝડપથી યુવા લોકોને ટારગેટ કરી રહ્યો છે. તેને પણ નથી છોડતો કે જે ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. અથવા તો જેમની ઈમ્યુનિટી અત્યંત મજબૂત છે. લોકોના શરીરમાં સાઈટોકાઈન સ્ટ્રોમ આવી રહ્યા છે.

દક્ષિણ ભારતમાં તબાહી

બીજી તરફ દક્ષિણ ભારતમાં આ સમયે પાંચ મુખ્ય કોરોના વેરિએન્ટ ફેલાયા છે. જેમાં B.1, B1.1.7., B.1.617 અને B.1.36(N440K) જેવા સ્ટ્રેીન જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટકા, અને તેલંગાણામાં આ સમયે એપી સ્ટ્રેને તબાહી મચાવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!