GSTV

વપરાશકારોને ચેતવણી/ નવો એન્ડ્રોઇડ માલવેર એન્ડ્રોઇડ ફોનમાંથી બેન્કિંગ ડેટા અને નાણાં તફડાવે તેવી ભીતિ

માલવેર

Last Updated on October 3, 2021 by Damini Patel

સરકારી સાયબર સિક્યુરિટી એજન્સી ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ-સર્ટ-ઇન દ્વારા વપરાશકારોને ચેતવણી આપવામાં આવી છે કે હવે સાયબર ગુનેગારો નવો એન્ડ્રોઇડ માલવેર તમારી મોબાઇલ બેન્કિંગ ડિટેઇલ્સ અને નાણાં તફડાવવા માટે વાપરી રહ્યા છે.

આ માલવેર કેવી રીતે કામ કરે છે જે જણાવતાં એજન્સીએ જણાવ્યું હતું કે આ માલવેરનું નામ ડ્રિનિક છે અને તેના દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની 27 બેન્કોના ગ્રાહકોેને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. ડ્રિનિક એન્ડ્રોઇડ માલવેરનો ઉપયોગ પાંચ વર્ષ અગાઉ એસએમએસ ડેટા તફડાવવા માટે થતો હતો. હવે સાયબર ગુનેગારોએ તેને બેન્કિંગ ટ્રોજન વાઇરસમાં ફેરવી નાંખ્યો છે.

ડ્રિનિક નામના માલવેર દ્વારા નિશાન બનાવાયા

અન્ય ટ્રોજન અને ફિશિંગ માલવેર પ્રોગ્રામની જેમ આ ડ્રિનિક પણ વપરાશકારને બનાવટી ફિશિંગ સ્ક્રિન દર્શાવે છે. જેમાં તેને મહત્વની બેન્કિંગની વિગતો ભરવા માટે જણાવાય છે. વપરાશકાર જેવો આ માહિતી આપે કે તે સાયબર ગુનેગાર પાસે જાય છે. જેનો ઉપયોગ એક્ચ્યુઅલ બેન્ક સર્વરમાંથી નાણાં અને ડેટા મેળવવા માટે કરવામાં આવે છે.

આ માલવેરનો ભોગ બનનારને સામાન્ય રીતે ઇમેઇલ અથવા એસએમએસ દ્વારા લિન્ક મોકલવામાં આવે છે જે તેને ફિશિંગ સ્ક્રિન ભણી દોરી જાય છે. આ ઇમેઇલ અથવા એસએમએસ દેખાવે સત્તાવાર સંદેશા જેવા જ હોય છે અને તેઓ જે વેબસાઇટ પર દોરી જાય છે તે પણ સરકારી વેબસાઇટ જેવી જ હોય છે. આમ વપરાશકારને બીજું પગલું ભરવા માટે તૈયાર કરવામાં આવે છે.

ડોમિનોઝ

આ રીતે કામ કરે છે માલવેર

એજન્સીના જણાવ્યા અનુસાર હાલ આ માલવેર ઇન્કમટેક્સ વિભાગની એપ સ્વરૂપે કામ કરે છે. જ્યારે વપરાશકાર તેને ઇન્સ્ટોલ કરે કે એપ તેને એસએમએસ રેકોર્ડ અને કોલલોગ જેવી જરૂરી મંજૂરી આપવા માટે જણાવે છે. વળી આ ફોર્મંમાં એકાઉન્ટ નંબર, પાન અને આધાર નંબર આઇએફએસસી કોડ, સીઆઇએફ નંબર, ડેબિટ કાર્ડ નંબર, તેની મુદત, સીવીવી અને પીન પણ માગવામાં આવે છે.

એ પછી આ એડ્રોઇડ માલવેર પોતાને સરકારી ફોર્મ તરીકે રજૂ કરીને વપરાશકારને સંભવિત રિફંડ મોકલવા માટે તેમના એકાઉન્ટ નંબર આપી તેમાં ટ્રાન્સફર વિકલ્પને પસંદ કરવા જણાવે છે. જેઓ વપરાશકાર ટ્રાન્સફરનો વિકલ્પ દબાવે કે એરરનો મેસેજ આવે છે અને બનાવટી અપડેટ સ્ક્રિન દેખાય છે. આ પ્રક્રિયા દરમ્યાન ટ્રોજન વાયરસ વપરાશકારની તમામ વિગતો હેકર અથવા સાયબર ગુનેગારને મોકલી આપે છે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!