GSTV
Home » News » રાજ્યભરની શાળાઓમાં વેકેશન ખુલતા વર્ગખંડો ભૂલકાઓના કલરવથી ગુંજ્યા

રાજ્યભરની શાળાઓમાં વેકેશન ખુલતા વર્ગખંડો ભૂલકાઓના કલરવથી ગુંજ્યા

આજથી ભાવનગર જીલ્લાની શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી શાળાઓના વર્ગખંડો નાના ભૂલકાના કલરવથી ગુંજી ઉઠ્યા છે. હાલ ઉનાળાની કાળઝાળ ૪૩ ડીગ્રી ગરમી વચ્ચે રાજ્યભરમાં આજથી રાબેતા મુજબ શાળાઓ શરુ થઈ ગઈ છે. જોકે કેટલીક ખાનગી શાળાઓમાં ગરમીના કારણે હજુ ૧૭ તારીખથી વેકેશન ખુલશે.

તો રાજકોટમાં પણ આજથી શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા હતા. પ્રથમ દિવસે ખુદ વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ મુકવા આવ્યા હતા. શાળા તંત્રએ પણ વિદ્યાર્થીઓને આવકાર્યા છે. જામનગરમાં પણ શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. આજથી જ ખાનગી અને સરકારી શાળાઓમાં ધોરણ એકમાં પણ પ્રવેશ શરૂ થયો છે.

રાજ્યભરમાં 10 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આશરે દોઢ મહિનાના ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થઇ રહી છે. નવા સત્રમાં પ્રથમ 104 દિવસ તો બીજા સત્રમાં 142 દિવસ શૈક્ષણીક કાર્ય થશે. 25 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે. 10 જૂન પ્રથમ દિવસે શાળાઓ શરૂ થતાં ગુજરાત સરકાર દ્રારા શાળાઓમાં પ્રવેશોત્સવ પણ યોજવામાં આવશે.

READ ALSO

Related posts

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel

હિતેશ ભાઈએ દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરિશ્રમના બળે સુગંધીદાર ફુલોનું ઉત્પાદન કેવી રીતે કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!