GSTV
Home » News » ગુજરાતની તમામ શાળામાં નવું શૈક્ષણિક સત્ર હવે એપ્રિલથી : આ કારણે બાળકો હવે બે મહિનાનું ઉનાળુ વેકેશન નહીં માણી શકે

ગુજરાતની તમામ શાળામાં નવું શૈક્ષણિક સત્ર હવે એપ્રિલથી : આ કારણે બાળકો હવે બે મહિનાનું ઉનાળુ વેકેશન નહીં માણી શકે

ગુજરાત સરકારે શાળાકીય શિક્ષણમાં એક મહત્વનો નિર્ણય કરતા રાજ્યની તમામ સ્કૂલોમાં હવે નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ થશે. દર વર્ષે ઉનાળુ વેકેશન બાદ જુનમાં જે સ્કૂલો શરૂ થતી હતી તેના બદલે હવે એપ્રિલથી સ્કૂલો શરૂ થશે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સરકારના શિક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલી સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકની 55 હજારથી વધુ સ્કૂલોમાં ભણતા 1.10 કરોડથી વધુ બાળકોને તેમજ તેમના વાલીઓને સીધી અસર થશે.

કેન્દ્ર સરકાર હેઠળના સેન્ટ્રલ બોર્ડ તેમજ અન્ય ઈન્ટરનેશનલ બોર્ડમાં વર્ષોથી ચાલતી એકેડમિક પેટર્ન મુજબ જે રીતે માર્ચમાં વાર્ષિક પરીક્ષા પુરી થયા બાદ તરત જ એપ્રિલથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ જાય છે તેજ રીતે હવે ગુજરાત સરકાર હેઠળની તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ થશે. હાલ ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક-ઉ.મા.સ્કૂલોમાં માર્ચના અંતમાં કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક પુરીક્ષા પુરી થયા બાદ નવુ શૈક્ષણિક સત્ર જુનના પ્રથમ સપ્તાહ કે સપ્તાહ બાદ શરૂ થાય છે. પરંતુ જેના લીધે શિક્ષણના દિવસો ઘટતા હોવાનું સરકારને ધ્યાને આવ્યુ છે કારણકે વાર્ષિક પરીક્ષા પુરી થયા બાદ તરત જ સ્કૂલોમાં વેકેશન પડી જાય છે.

જ્યારે સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ કાગળ પર ઉનાળુ વેકેશન મેના પ્રથમ સપ્તાહથી જુનના પ્રથમ સપ્તાહ સુધી 35 દિવસનુ જ ગણાય છે પરંતુ બાળકો માટે તો બે મહિનાનું ઉનાળુ વેકેશન હોય છે જેથી એપ્રિલ પ્રથમ સપ્તાહથી મેના પ્રથમ સપ્તાહ સુધીનો સમય વેડફાતો હોવાથી સરકારે એપ્રિલથી જ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણયનો અમલ આ વર્ષથી જ એટલે કે 2020-21થી જ થશે. આ વર્ષે માર્ચના અંતમાં વાર્ષિક પરીક્ષા પુરી થયા બાદ 20 એપ્રિલથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. એકેડમિક કેલેન્ડર ગત વર્ષે તૈયાર થઈ ગયુ હોઈ તે મુજબ 2019-20ના શૈક્ષણિક વર્ષ મુજબ કામગીરી થશે અને જેથી આ વર્ષ પુરતુ 20 એપ્રિલથી સ્કૂલો શરૂ થશે પરંતુ આગામી વર્ષથી એટલે કે 2021-22થી દર વર્ષૈ નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શરૂ થઈ જશે.

આ વર્ષે ઉનાળુ વેકેશન 4 મેથી 7 જુન સુધીનું યથાવત રહેશે અને દર વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ મેના પ્રથમ સપ્તાહથી લઈને જુનના પ્રથમ સપ્તાહના અંત સુધી 35 દિવસનું એટલે કે 5 સપ્તાહનું જ રહેશે.આમ સરકાર દ્વારા કાગળ પર અપાતુ 35 દિવસનું ઉનાળુ વેકેશન નહી ઘટે પરંતુ હવે બાળકો જે દર વર્ષે બે મહિના ઉનાળુ વેકેશન માળતા હતા તે રીતે ઉનાળુ વેકેશન નહી માણી શકે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સ્કૂલોમાં એકેડમિક કેલેન્ડરમાં સુધારા માટેના આ મોટા નિર્ણયનો લેખિત ઠરાવ પણ કરી દીધો છે અને જે કોર્પોરેશન હેઠળની તેમજ સરકારની જિલ્લા પંચાયત હેઠળની તથા ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલને લાગુ પડશે.શિક્ષણ બોર્ડને એકેડમિક કેલેન્ડરમાં ફેરફાર કરવા માટે સૂચના અપાશે.

આ વર્ષે 20 એપ્રિલથી સ્કૂલો શરૂ, ઉનાળુ વેકેશન 4 મેથી 7 જુન સુધી

સરકારે આ વર્ષથી તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ વર્ષે એટલે કે 2021-22 માટે 20 એપ્રિલથી નવુ સત્ર શરૂ થશે એ સ્કૂલો શરૂ થઈ જશે. જ્યારે ઉનાળુ વેકેશન 4 મેથી શરૂ થશે અને 7 જુન સુધીનું રહેશે. પરંતુ આ ઉનાળુ વેકેશન શૈક્ષણિક વર્ષ 2019-20નું ગણાશે.

આટલો મોટો નિર્ણય વર્ષની અધવચ્ચે કેમ ?2021-22થી અમલ કેમ નહી

હંમેશાની જેમ સરકારે શિક્ષણમાં વધુ એક નિર્ણય શૈક્ષણિક વર્ષના અધવચ્ચેથી કર્યો છે. પરંતુ શાળાકીય શિક્ષણમાં આ મહત્વનો અને આટલો મોટો નિર્ણય હોઈ સત્રના અધવચ્ચે કેમ કર્યો તે પ્રશ્ન વાલીઓમાં ચર્ચાઈ રહ્યો છે.જો આ નિર્ણય કરવાનો હતો તો 2019-20નુ એકેડમિક કેલેન્ડર કેમ એ રીતે તૈયાર ન કરાયુ અથવા તો આ નિર્ણયનો અમલ 2021-22થી કેમ કરવામાં નથી આવી રહ્યો ?આ વર્ષથી જ અમલની ઉતાવળ કેમ ?મહત્વનું છે કે 2019-20ના એકેડમિક કેલેન્ડર મુજબ વાર્ષિક પરીક્ષાઓ પણ ગોઠવાઈ ગઈ હોય આ વર્ષે મુશ્કેલી ઉભી થાય ઉપરાંત જે વિદ્યાર્થીઓને સ્કૂલ હોય તેમજ બોર્ડ બદલવુ હોય તેને લઈને પણ મુશ્કેલી ઉભી થશે. ઉપરાંત મોટા ભાગે વાલીઓ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી ફરવાનું પ્લાનિંગ કરતા હોઈ અનેક વાલીઓએ રેલવેમાં તેમજ ફ્લાઈટની ટીકિટના બુકિંગ ચાર મહિના પહેલા કરી દીધા હશે અને જેમાં એપ્રિલમાં કે એપ્રિલના અંતમાં ફરવા જવાના પ્લાનિંગ પણ કર્યા હશે.સરકાર હંમેશા આગોતરૂ આયોજન કેમ કરતી નથી? કોઈ પણ નિર્ણયના અમલ માટે એક વર્ષ અગાઉ જાહેરાત કરવાને બદલે ટૂંકા ગાળામાં જ આયોજન કરી ટુંકા ગાળામા જ જાહેરાત કરી ટુંકા ગાળા માટે જ અમલ કેમ કરે છે.

જો ડીપીએસ સ્કૂલને મંજૂરી મળશે તો આ નિર્ણયથી ફાયદો થશે

ડીપીએસ સ્કૂલ સીબીએસઈ સંલગ્ન સ્કૂલ છે અને જેમાં એપ્રિલથી સત્ર શરૂ થઈ જાય છે ત્યારે માન્યતા રદ થતા બંધ થયેલી ડીપીએસ-પૂર્વ સ્કૂલને ફરી શરૂ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા ધો.1થી8 માટે નવેસરથી અરજી કરાઈ છે અને નવી સ્કૂલની અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી તમામ જરૂરી દસ્તાવેજો ભેગા કરવા પણ પ્રયત્નો કરી દીધા છે ત્યારે જો ડીપીએસ-પૂર્વની ધો.1થી8ની નવી સ્કૂલને મંજૂરી મળી જાય તો સરકારના આ નિર્ણયથી મોટો ફાયદો થશે. ગુજરાત સરકારના નિયમ મુજબ ધો.1થી8માં સત્ર જુનથી શરૂ થતુ હોઈ ડીપીએસ સ્કૂલે પણ સીબીએસઈ માન્યતા ન હોવાથી ગુજરાત સરકારના નિયમ મુજબ જુનથી સ્કૂલ શરૂ કરવી પડે તેમ હતી પરંતુ જો નવી સ્કૂલની મંજૂરી મળશે તો સરકાના આ નિર્ણયથી એપ્રિલથી જ સ્કૂલ શરૂ થઈ જશે અને અનેક બાળકોને બીજી સ્કૂલમાં જવુ નહી પડે અને વાલીઓ પણ ટ્રાન્સફર નહી કરાવે.

આ સુધારાથી શિક્ષણના દિવસો વધશે

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ એટલે કે શાળાકીય શિક્ષણ મુંબઈ શૈક્ષણિક એક્ટ 1947થી અમલી છે અને આ એક્ટ અંતર્ગત છેલ્લા અનેક દાયકાઓથી ગુજરાતમાં જુનથી જ સ્કૂલો શરૂ થાય છે ત્યારે આ એક્ટના અમલમાં શાળાકીય શિક્ષણમાં પ્રથમ સૌથી મોટો શૈક્ષણિક સુધારો સરકારે કર્યો છે. સરકારના આ નિર્ણયને લીધે શિક્ષણના દિવસો વધશે અને બાળકો સ્કૂલમાં વધુ દિવસો ભણશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે હાલ આરટીઈ એક્ટ મુજબ ધો.1થી5માં મિનિમમ 200 શૈક્ષણિક દિવસો થવા જોઈએ ઉપરાંત ધો.6થી8માં 220 શૈક્ષણિક દિવસો થવા જોઈએ અને અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય ,1974 મુજબ ધો.9થી12માં 240 મિનિમમ શૈક્ષણિક દિવસો હોવા જોઈએ.

પરંતુ સરકારે 1લી એપ્રિલથી જ શૈક્ષણિક વર્ષ શરૂ કરવાનું નક્કી કરતા હવે શિક્ષણના દિવસો વધશે.એપ્રિલમાં ચાર સપ્તાહમાં રવિવાર અને જાહેર રજાને બાદ કરતા 24 દિવસ શિક્ષણના દર વર્ષે રહેશે. જ્યારે આ વર્ષે 20 એપ્રિલથી શરૂ થતા 12 દિવસ વધુ શિક્ષણના મળશે. શિક્ષણના દિવસો વધતા વધુ ભણાવી શકાશે અને આ નિર્ણય પહેલા શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો તથા શિક્ષણવિદો સાથે વિગતવાર ચર્ચા કરવામા આવી છે.

ઉપરાંત દર વર્ષે ભારે વરસાદ,પુર કે વાવાઝોડા કે અન્ય કુદરતી આફતો તેમજ અન્ય કારણોસર ઘણા જિલ્લામાં કે ક્યારેક સમગ્ર રાજ્યમાં સામૂહિક રજાઓ સ્કૂલોમાં આપવી પડે છે ત્યારે શિક્ષણના દિવસો બગડતા હોઈ એપ્રિલથી સ્કૂલો શરૂ થતા હવે બગડતા દિવસો સરભર થઈ શકશે.જો કે શિક્ષણ વિભાગે એકેડમિક કેલેન્ડર મુદ્દે હજુ વિગતવાર સ્પષ્ટતા કરી નથી. સરકારના ઠરાવ મુજબ સ્કૂલોએ 1લી એપ્રિલથી શૈક્ષણિક વર્ષનું આયોજન કરી માર્ચના અંત સુધીનું કરવાનું રહેશે. જેમાં રાજ્ય સરકારની જાહેર રજાઓ તથા અને નેશનલ હોલિડે સહિતની રજાઓ અને ઉનાળુ વેકેશન તેમજ દિવાળી વેકેશનની રજાઓમાં કોઈ ફેરફાર નહી થાય. વેકેશનના દિવસો યથાવત રાખવાના રહેશે.

વાર્ષિક પરીક્ષા પુરી થયા બાદ તરત જ સ્કૂલ શરૂ:ભણાવાશે શું તે હજુ અસ્પષ્ટ

સરકારે 1લી એપ્રિલથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાનો ઠરાવ કર્યો છે અને જે મુજબ વાર્ષિક પરીક્ષા પુરી થયાના બીજા જ દિવસથી સ્કૂલ શરૂ થઈ જશે એટલે કે હાલ જે રીતે સેન્ટ્રલ બોર્ડમાં વાર્ષિક પુરી થયા બાદ એપ્રિલમાં નવુ સત્ર શરૂ થયા પહેલા જે રીતે થોડા દિવસ રજા અપાય છે તે રીતે રજા નહી અપાય. વાર્ષિક પરીક્ષા પુરી થયાના બીજા જ દિવસથી જો સ્કૂલો શરૂ કરી દેવાની હોય તો ભણાવાશે શું ગત વર્ષનું કે નવા વર્ષનું, સરકારના ઉચ્ચ અધિકારીનું કહેવુ છે કે વાર્ષિક પરીક્ષા બાદ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એટલે કે આગળનુઁ ધોરણ શરૂ થાય તે પહેલા અગાઉના જે તે ધોરણનું જ શિક્ષકો ભણાવશે. પરંતુ પરીક્ષા પુરી થઈ ગઈ હોય તો અગાઉના ધોરણનું ભણીને શું મતલબ?

બાળકોને પાઠય પુસ્તકો જુનથી નથી મળતા તો એપ્રિલમાં મળશે કે કેમ ?

હાલ માર્ચમાં વાર્ષિક પુરી પરીક્ષા પુરી થયા બાદ જુનમાં સ્કૂલો શરૂ થતા સરકારના પાઠય પુસ્તક મંડળ દ્વારા બેથી અઢી મહિનામાં પણ સ્કૂલોમાં અને બજારમાં પાઠય પુસ્તકો વિતરણ થઈ શકતા નથી ત્યારે એપ્રિલમાં કઈ રીતે વિતરણ થશે.પાઠય પુસ્તકો સમયસર વિતરણ થતા નથી અને ઘણીવાર તો જુનમાં સ્કૂલો શરૂ થયા બાદ પણ ઘણી જગ્યાએ પાઠય પુસ્તકો પહોંચ્યા નથી હોતા અને પુસ્તકોની અછત ઉભી થાય છે ત્યારે એપ્રિલમાં સ્કૂલોમાં પાઠય પુસ્તકો પહોંચશે કે કેમ તે પ્રશ્ન છે જો કે સરકારના અધિકારીનુ કહેવુ છે કે એપ્રિલમા જ વિતરણ કરી દેવાય તેવુ આયોજન કરાશે.

READ ALSO

Related posts

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

Mayur

નમસ્તે ટ્રમ્પ: રોડ શોના રૂટને સેટેલાઇટથી સ્કેન કરાયુ, હથિયારધારી પોલીસને પણ ઉભા રહેવા નહીં મળે

Arohi

અમેરિકન પ્રેસિડેન્ટના રટણ બાદ હવે તો વટનો સવાલ : અમિત શાહ ભેગા કરશે 70 લાખ લોકો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!