GSTV

BAOUમાં વધુ 6 અભ્યાસક્રમોને મળી UGCની મંજૂરી, હવે વિદ્યાર્થીઓને ભણવા મળશે જર્નાલિઝમ અને સાયબર સિક્યોરિટીના કોર્સ

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

75થી વધુ અભ્યાસક્રમો ચલાવતી BAOUને જર્નાલિઝમ, આઈટી, સાઇબર સિક્યુરિટી, સોશિયલ વર્ક, કોમર્સ વિષયના અભ્યાસક્રમો ચલાવવા માટે UGC તરફથી મંજૂરી મળી ગઈ છે. ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી એવી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), અમદાવાદ દ્વારા હાલમાં 75થી વધુ અભ્યાસક્રમો ભણાવવામાં આવી રહ્યા છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશકાર્ય હાલમાં ચાલી રહ્યું છે ત્યારે યુજીસી તરફથી યુનિવર્સિટીને વધુ છ અભ્યાસક્રમોની મંજૂરી મળી છે.

BAOUના કુલપતિ પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોને પરિણામે છેલ્લાં બે વર્ષમાં અનેક નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. નવા અભ્યાસક્રમો શરૂ કરવા ઉપરાંત યુનિવર્સિટીની સ્થાપના પછી પહેલી વાર જૂના અભ્યાસક્રમોની સુધારણાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

BAOU

તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને નવા છ અભ્યાસક્રમો ચલાવવા માટે UGC તરફથી મંજૂરી મળી છે. આ અભ્યાસક્રમોમાં ચાર માસ્ટર ડિગ્રીના કોર્સીસ છે તો બે ગ્રેજ્યુએશન સ્તરના કોર્સીસ છે. નવા શરૂ થયેલા અભ્યાસક્રમોમાં – માસ્ટર ઑફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન(MJMC), માસ્ટર ઑફ કોમર્સ (M.Com.), માસ્ટર ઑફ સાયન્સ – ઇન્ફર્મેશન ટેક્નોલોજી (M.Sc.IT), માસ્ટર ઑફ સાયન્સ – સાઇબર સિક્યોરિટી (M.sc.-CS), બેચલર ઑફ સાયન્સ (ઓનર્સ) – ઇન્ફર્મેશન ટેક્નોલોજી (B.Sc.(Hons)IT), અને બેચલર ઑફ સોશિયલ વર્ક (BSW)નો સમાવેશ થાય છે.

BAOUમાં સહારો થયા આ અભ્યાસક્રમ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અગાઉ જુલાઈ, 2020માં ત્રણ સર્ટિફિકેટ કોર્સ, પાંચ ડિપ્લોમા કોર્સ, ચાર બેચલર કોર્સ, એક માસ્ટર કોર્સ ઉપરાંત આઠ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કમ્પ્યૂટર એપ્લિકેશન, જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન, ફેશન ડિઝાઇનિંગ, ઓડિયો એન્ડ વિડિયો ટેક્નોલોજી, મલ્ટિમીડિયા એન્ડ એનિમેશન, સાઇબર સિક્યુરિટી, મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, સાઇબર લૉ, હ્યુમન રિસોર્સ, સોશિયલ વર્ક, માર્કેટિંગ, ફાઇનાન્સ વગેરે વિષયના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!