GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કોરોનાનો આતંકઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 પોઝિટિવ કેસ, વધુ 31 દર્દીના મોત

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 438 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 31 દર્દીના મોત થયા છે. સાથે જ 689 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 299 કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 2,11,1930 ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 438
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 16794
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 31
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 789
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9919

આજે નોંધાયેલા કેસની વિગત

આજે રાજ્યમાં 31 વ્યક્તિઓનાં કોરાનાનાં કારણે દુ:ખદ મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 1038 થયો છે

  • અમદાવાદ -20
  • પંચમહાલ -03
  • સુરત – 02
  • પોરબંદર – 02
  • અમરેલી -01
  • અરવલ્લી -01
  • જામનગર – 01
  • રાજકોટ -01

86 દર્દીઓ ઓક્સિજન પર

સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા દર્દીઓની સંખ્યામાં સાથે મૃત્યુઆંકમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના 70 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે રોજના ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે 351 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 109- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6- વેન્ટિલેટર, 17- બીપેપ અને 86 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

સુરતમાં Coronaએ લગાવી સદી

કામરેજ તાલુકામાં કોસમાડા ગામે ૫૦ વર્ષની મહિલા અને પાસોદરા ગામના ૫૮ વર્ષના શાકભાજીના વેપારી ઉપરાંત માંગરોળ તાલુકાના કોસંબા ગામની ૫૩ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત જિલ્લામાં કુલ ૧૦૦ કેસ થયા છે. કામરેજ તાલુકામાં ૧૦ અને માંગરોળ તાલુકામાં ૬ કેસ થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!