GSTV
India News Trending ટોપ સ્ટોરી

આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડવાની તૈયારીમાં, ગઠબંધન તૂટવાના એંધાણ

gujarat congress

કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે મતભેદ હવે ખુલીને સામે આવ્યા છે. બંને પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પર જેડીએસ અધ્યક્ષ એચડી દેવેગૌડાએ મોટું નિવેદન આપ્યું છે. દેવેગૌડાએ કર્ણાટકમાં વચગાળાની ચૂંટણી સંભાવના જતાવી છે. દેવેગૌડાના આ નિવેદન બાદ રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અને કર્ણાટકની જોડાણવાળી સરકાર પર સંકટ ઉભુ થયું છે.

દેવેગૌડાએ કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે વચગાળાની ચૂંટણી થશે. કોંગ્રેસે કહ્યું હતુ કે તેઓ પાંચ વર્ષ સુધી સરકારનું સમર્થન કરશે પરંતુ હવે તેમનો વ્યવહાર જુઓ. દેવેગૌડાએ કોંગ્રેસના નેતાઓના નિવેદનબાજી અંગે રાહુલ ગાંધીને ફરિયાદ પણ કરી. અને કહ્યું કે રાહુલ નેતાઓને જણાવે કે તેઓ સરકાર અંગે સાર્વજનીક રીતે નિવેદન ન કરે.

દેવેગૌડાએ કહ્યું કે રાજ્યમાં જોડાણનો વિચાર તેમનો નહીં પરંતુ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને ગુલામ નબી આઝાદનો હતો. અમે ગઠબંધન ઇચ્છતા ન હતા પરંતુ પરમેશ્વર અને મુનિયપ્પાએ અમારો સંપર્ક કર્યો હતો.

READ ALSO

Related posts

કેજરીવાલની સરકારે ઈમામોને અપાતા પગાર સામે RTI કરાઈ હતી દાખલ, માહિતી આયોગે પસાર કર્યો આદેશ

Hardik Hingu

શંકર ચૌધરીનો બફાટ  “ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે”

Nakulsinh Gohil

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk
GSTV