GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કાર ચલાવતા સમયે ક્યારેય ન કરો આ 4 ભૂલ, નહીતર થઈ શકે મોટો અકસ્માત

કાર ચલાવતા સમયે બધા જ વ્યક્તિ રિયર અને સાઈડ મિરરનો વપરાશ કરે છે. રિયર અને સાઈડ મિરર ડ્રાઈવિંગ દરમિયાન ખૂબ જ મદદગાર હોય છે. આજે અમે તમને રિયર અને સાઈડ મિરર સાથએ જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું, જે વિશે કાર ચલાવનાર અને શીખનાર વ્યક્તિને જાણ હોવી જોઈએ. શું તમે જાણો છો કો, ઘણી વખત રિયર મિરર અને રાઈડ મિરર અકસ્માતનુ કારણ પણ બની શકરે છે ? તો આજે અમે તમને જણાવીશું તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

હંમેશા ડાબી બાજુનો બાજુનો અરીસો સેટ કરો

ઘણી વખત લોકો કાર ચલાવતા સમયે ડાબી બાજુનો અરીસો યોગ્ય રીતે સેટ કરતા નથી, જે અકસ્માતનું કારણ બને છે. વારંવાર જોવા મળે છે કે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે કેટલાક ડ્રાઇવરો જમણી બાજુથી આગળ નીકળી જવાને બદલે ડાબી બાજુથી આગળ નીકળી ગયા હતા. મોટાભાગે બાઇક ચલાવનાર લોકો આવુ કરે છે. જે ઘણી વખત અકસ્માતનું કારણ બને છે. તેથી તમારે હંમેશા તમારી ડાબી બાજુનો અરીસો સેટ કરવો જોઈએ. વાહન ચલાવતા આ તમને ખૂબ મદદ કરશે.

બ્લાઈંડ સ્પોટ

જો તમે હાલમાં જ ગાડી ચલાવવાનુ શીખ્યા છો તો, તમારે બ્લાઈંડ સ્પોટ વિશે જરૂર જાણી લેવુ જોઈએ. કારણ કે, બ્લાઈંડ સ્પોર્ટ ઘણી વખત સડક હાદસાનુ કારણ બને છે. જ્યારે પાછળથી આવી રહેલી ગાડી તમારી ગાડીની બરાબર આવી જાય છે તો, માઈક્રો સેકન્ડ્સ માટે સાઈડ મિરરમાં નજર આવતી નથી. તેને બ્લાઈંડ સ્પોટ કહે છે.

વધારે સામાન ભરવો

ઘણીવખત જોવા મળે છે કે, લોકો ગાડીના પાછળની સાઈડમાં ખૂબ જ વધારે સામાન રાખી દેતા હોય છે. જે કારણે રિયર વ્યૂ મિરર બેકાર થઈ જાય છે. આવુ કરવાથી તમે તમારી અને જો ગાડીમાં કોઈ સાથે બેઠુ હોય તો, તેની જિંદગી પણ ખતરામાં નાખી રહ્યા છો.

બધી બાજુ ધ્યાન રાખો

કાર સ્ટાર્ટ કરતા પહેલા બધા જ મિરરને સેટ કરી લેવુ જોઈએ. કારણ કે, કાર ચલાવતા સમયે આગળ-પાછળ, ડાબી-જમણી બાજુનું ખૂબ જ ધ્યાન રાખવુ પડે છે. સાથે જ કારની સ્પીડ વધારે તેજ ન રાખો અને ટ્રાફિકના નિયમોને સમજો અને તેમનુ હંમેશા પાલન કરો.

READ ALSO

Related posts

સુનિતા યાદવે સોશિયલ મીડિયા પર રજૂ કરી વાત, નવો ખુલાસા કરવાનો કર્યો દાવો

pratik shah

BCCIના કાર્યકારી સીઇઓ તરીકે હેમાંગ અમીનની વરણી, રાહુલ જોહરીનું લેશે સ્થાન

Bansari

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે પાનના ગલ્લાં બંધ, AMCના આ 2 નિર્ણયોથી ફફડાટ વધ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!