GSTV

ઘરમાં કચરો વાળવાથી લઈને સાવરણીને મુકવા સુધી ક્યારેય ન કરો આ ભુલો, વિચાર્યુ પણ નહીં હોય તેવા છે નુકશાન

સાવરણી

Last Updated on September 16, 2020 by Arohi

ઘરના વૃદ્ધો કે મોટા સાવરણીને લઈને ઘણી વાતો કહેતા હોય છે જેવી કે સાવરણીને ઉંધી રાખવી ખરાબ માનવામાં આવે છે અથવા સાવરણી પર પગ લગાવવાથી લક્ષીમાતા નારાજ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરણીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેને લગાવવા અને મુકવાના અમુક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આવો જાણીએ તેના વિશે.

અંધારૂ થવા પર ન કરો સાવરણીનો ઉપયોગ

પૌરાણિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે અંધારુ થયા બાદ ઘરમાં સાવરણીથી કચરો વાળવો અશુભ માનવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યારે પરિવારનું કોઈ સદસ્ય ઘરમાંથી બહાર જાય તો તરત સાવરણી ન ફેરવવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. તેમના ગયા બાદ 1 અથવા 2 કલાક બાદ જ સફાઈ કરો.

સાવરણી

સાવરણી પર ક્યારેય ન મુકો પગ

સાવરણી પર ક્યારેય પગ ન મુકવો જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મીમાં નારાજ થઈ જાય છે. માનવામાં આવે છે કે સાવરણીનો આદર કરવા પર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઉંધી ન રાખો સાવરણી

ક્યારેય પણ ઘરમાં ઉંધી સાવરણી ન રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી ઘરમાં ક્લેશ વધે છે.

ઘરની બાહર ન રાખો સાવરણી

સાવરણીને ક્યારેય ઘરની બહાર અથવા છત પર ન રાખવી જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં ચોરી થવાનો ભય ઉત્પન્ન થાય છે.

સાવરણી

કોઈ બહારના વ્યક્તિન ન દેખાવી જોઈએ સાવરણી

સાવરણીને હંમેશા એવી જગ્યા પર રાખવી જોઈએ જેનાથી તે ઘરના કે બહારના કોઈ પણ વ્યક્તિને દેખાય નહીં.

નાના બાળકોને સાવરણીથી ન વાળવા દો કચરો

ઘરમાં જો નાનું બાળક અચાનક સાવરણીથી કચરો વાળવા લાગે તો કહેવાય છે કે તેનાથી ઘરમાં અણગમતા મહેમાનો આવવાના યોગ બની શકે છે.

નવા ઘરમાં નવી સાવરણી લો

નવુ ઘર બનાવ્યા બાદ તેમાં જુની સાવરણી ન લઈ જાઓ તેને અપશકુન માનવામાં આવે છે.

સાવરણી

નવી સાવરણી સૌભાગ્યનું છે પ્રતીક

સપનામાં જો કોઈ નવી સાવરણી લઈને ઉભેલું જોવા મળે તો તે સૌભાગ્યનું પ્રતીક હોય છે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!