GSTV

Chanakya Niti: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે ચાણક્યની આ વાતો ક્યારેય ન ભૂલવી, મળશે દરેક સમસ્યાનું સમાધાન

ચાણક્ય

ચાણક્ય એક મહાન શિક્ષક તેમજ મહાન વિદ્વાન હતા. ચાણક્યને અર્થશાસ્ત્ર ઉપરાંત અન્ય વિષયોનું પણ ઉંડું જ્ઞાન હતું. ચાણક્યએ મનુષ્યને પ્રભાવિત કરતા તમામ વિષયોનો ખૂબ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ચાણક્ય મુજબ દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ સમય હોય છે. ચાણક્ય મુજબ, વ્યક્તિની સાચી ઓળખ ફક્ત ખરાબ સમયમાં જ થાય છે. ચાણક્ય કહે છે કે જેમ દિવસ પછી રાત થાય છે, રાત પછી દિવસ, તે જ રીતે વ્યક્તિ જીવનમાં દુખ ભોગવ્યા પછી સુખ મેળવે છે. આ એક ચક્ર છે જે જીવનમાં ચાલે છે, આને કારણે માણસના જીવનમાં સુખ અને દુ: ખ આવવાનું ચાલુ રહે છે.

ચાણક્યના કહેવા મુજબ માણસ હંમેશાં ખરાબ સમય માટે તૈયાર રહેવું જોઈએ. ખરાબ સમય મનુષ્યને મજબુત બનાવે છે. જેમ અગ્નિમાં તપીને સોનુ કુંદન બને છે, તે જ રીતે ખરાબ સમય વ્યક્તિને ઘણું શીખવે છે, તેથી ક્યારેય ખરાબ સમયથી ગભરાવુ ન જોઇએ. આ સમય દરમિયાન થોડીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ચાણક્ય

આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો

ખરાબ સમયમાં માણસે ક્યારેય પણ પોતાનો આત્મવિશ્વાસ નબળો થવા ન દેવો જોઈએ. કારણ કે ખરાબ સમય સામે લડવામાં તમારો આત્મવિશ્વાસ સૌથી મદદગાર છે.

ખરાબ સમય સંબંધો સમજાવે છે

ચાણક્ય અનુસાર ખરાબ સમયમાં જ વ્યક્તિને સંબંધોની સાચી સમજ ધરાવે છે. જ્યારે ખરાબ સમય આવે છે, ત્યારે મતલબી અને તકવાદી લોકો તરત જ ચાલતી પકડે છે. જે લોકો સાચા મનથી તમારી સાથે જોડાયેલા છે, ખરાબ સમયમાં તમારી સાથે રહે છે. તેથી, જેઓ ખરાબ સમયમાં એક સાથે ઉભા રહે છે તેમનો ક્યારેય સાથ ન છોડવો જોઈએ.

ચાણક્ય

ધીરજ રાખો

ચાણક્યના જણાવ્યા મુજબ, સમય ગમે તેટલો ખરાબ હોય, પણ માણસે ધીરજ ગુમાવી ન જોઈએ. મનમાં એક આશા અને વિશ્વાસ રાખવો જોઈએ. દુ: ખના વાદળો જીવનમાં કાયમી નથી રહેતા, દુખ એક સમય પછી જતુ રહે છે. પરંતુ આવા સમય સામે જોરદાર લડત આપવી જોઈએ. નકારાત્મક વિચારો મનમાં લાવવા જોઈએ નહીં.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!