GSTV
Home » News » 20 વર્ષ પહેલા ગુજરાતમાં એક એવું ચક્રવાત આવેલું જેણે 1500 કરોડનું નુકસાન કરેલું : 800 લોકો મોતને ભેટેલા

20 વર્ષ પહેલા ગુજરાતમાં એક એવું ચક્રવાત આવેલું જેણે 1500 કરોડનું નુકસાન કરેલું : 800 લોકો મોતને ભેટેલા

કચ્છ પ્રદેશ હજારો વર્ષોથી ભુમિગત અને બાહ્ય ઉથલપાથલનો સાક્ષી રહ્યો છે. કુદરતી હોનારતોએ કચ્છનો અનેક વખત વિનાશ કર્યા બાદ આ જિલ્લો હંમેશા  ફિનીક્ષ પક્ષીની માફક ઉભો થઈ ગયો છે. કુદરતી આફતોમાં વર્ષ 1998ની નવમી જુને કંડલા પર ત્રાટકેલા ચક્રવાતનું નામ સાંભળીને આજે પણ હજારો લોકોમાં ડરનું મોજુ ફરી વળવાની સાથે પોતાના સ્વજનો ગુમાવવાનો દુખ જોઈ શકાય છે. આ એક એવી ઘટના છે કે એ કદી નહી ભૂલી શકાય.

આ ગોઝારી ઘટનાને  આજે વીસ વર્ષ પૂર્ણ થયા છે. બે દાયકા પહેલા કંડલા પર આજના દિવસે 150 કિમી પ્રતિ કલાકથી વધારેની ઝડપથી ત્રાટકેલા આ વિનાશકારી વાવાઝોડામાં હજારો માનવ જંદગી હોમાઈ ગઈ હતી. કરોડોનું આર્થિક નુકસાન થયું હતું. કચ્છનું આર્થિક પાટનર ગાંધીધામ તથા દેશનું પ્રથમ ક્રમાંકિત કંડલા પોર્ટ જાણે હવે ક્યારેય ઊભું નહી થઈ શકે તેવી વાતો હતી. પરંતુ કચ્છની તાસીર વિશાનમાંથી વિકાસ કરવાની હોવાથી થોડા મહિનાઓમાંજ કંડલા ધમધમતુ બંદર બન્યું હતું. આ વાવાઝોડાએ કંડલાને તબાહ કરી નાખ્યું હતું.કંડલા પોર્ટ, ઝુપડપટ્ટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

માછીમારોની  હોડીઓ માર્ગો પર આવી ગઈ હતી. આંડકા પ્રમાણે ખાલી કંડલામાં 1485 લોકો દરિયાના પાણીમાં તણાઈ ગયા હતા. તો 1226 લોકો લાપતા નોંધાયા હતા. તેમાંથી ત્યારબાદ 800 લોકોની લાશ મળી હતી. કંડલા પોર્ટ, ખાનગી-સરકારી ઓઈલ ટર્મિનલો સહિત અંદાજે 1500 કરોડનું નુકસાન થયું હતું. દરિયામાં જાહાજો તણાઈ ગયા હતા. ભચાઉના દરિયાઈ ક્રિક સુધી કેટલાક જહાજ તણાઈ આવ્યા હતા. સત્તાવાર પાંચ જહાજો ડૂબી ગયા હતા. મરણનો ખાનગી આંકડો બહુ મોટો છે.

તે સમયે ગાંધીધામ-કંડલા સંકુલને કલેક્ટરે ત્યારે રોગચાળા ભયગ્રસ્ત જાહેર કર્યું હતું. તો તા.27 જૂન 1998માં ગાંધીધામને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું.છેક તા.1/7 સુધી લાશો મળી રહી હતી. કંડલા પોર્ટે જે તે વખતે અગમચેતીના પગલા ભર્યા ન હોવાનું બહાર આવ્યું હતું. આ વાવાઝોડામાં કુલ 1485 લોકોના મોત થયા જેમાંથી માત્ર 259ની લાશ ઓળખ થઈ શકી હતી. આ વાવાઝોડામાં છ હજાર કરતા વધારે પરિવારો અસરગ્રસ્ત થયા હતા.

કુલ 30 હજારથી વધારે લોકો ઘર વગરના થઈ ગયા હતા. કંડલાની સાથે અંજાર,મુન્દ્રાની ખેતીવાડી, રેલવે, મીઠા ઉદ્યોગ, કાસેઝ,એફસીઆઈના ગોડાઉન વગેરેને કરોડોનો નુકસાન થયું હતું. ખાસ કરીને વીજ વિભાગને ભયંકર નુકસાન થયું હતું.  મીઠાના અગરીયાઓને જાણ જ નહોતી કરાઈ તે વખતે ભારતીય હવામાન ખાતાની આગાહી કોઈ ગંભીરતાથી લેતું ન હતું. આવી ગંભીર બેદરકારીના કારણે જ હજારો લોકોની જીંદગી ગઈ હતી. 1998માં સાયક્લોન અંગેની આઈએમડી દ્વારા એડવાઈઝરી આપવામાં આવી હોવા છતા તેના પર કડાકઈ પૂર્વક પાલન કરવામાં આવ્યું ન હતું.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીને લાગે છે કે દેશમાં લોકશાહીનું કોઈ સ્થાન નથી

Mayur

ભારતભરમાં મેઘ ‘મહેર’ પણ હિમાચલપ્રદેશમાં ‘કહેર’ નદીઓ જળબંબાકાર

Mayur

શાજિયા ઈલ્મી સામે પાકિસ્તાની સમર્થકોએ લગાવ્યા નારા તો સામે શાજીયાએ બોલાવી ભારત માતા કી જય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!