GSTV
Home » News » World Milk Day: દૂધ સાથે ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ

World Milk Day: દૂધ સાથે ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી તે નુકસાનકારક સાબિત થાય છે. આયુર્વેદ મુજબ કેટલીક વસ્તુ સાથે ખાવાથી પાચનને લગતી મુશ્કેલીઓ થાય, વજન વધવા લાગે છે અને સ્કિનને લગતી સમસ્યાઓ પણ થવા લાગતી હોય છે. જેમ કે અડદની દાળ અને દૂધ બંને પચવામાં સમય લે છે. તેથી એક સાથે તેને જમવામાં આવે તો ગેસની તકલીફ પણ થઈ શકે છે. એ ઉપરાંત પણ કેટલીક વસ્તુઓ છે જે દૂધ સાથે લેવાથી નુકસાનકારક સાબિત થાય છે.

નમકિન અથવા ચિપ્સ
દૂધ સાથે ચિપ્સ, નમકીન ક્યારેય ન ખાવું. મીઠાના કારણે દૂધમાં જે પ્રોટીન હોય છે. તેનો પૂરેપૂરો ફાયદો મળતો હોતો નથી. અને સ્કિનની સમસ્યા પણ થઈ શકે છે.


ડુંગળી
જો જમવામાં ડુંગળી હોય તો તેની સાથે અથવા થોડી વાર પછી પણ દૂધ ન લેવું. આ કોમ્બિનેશનથી દાદ, ખંજવાળ, અને ખીલ જેવી સમસ્યા થઈ શકે છે.
મરચું
મરચાં અને વધુ મસાલા વાળી કોઈપણ વસ્તુ જમતાં હોવ ત્યારે દૂધ અને દૂધથી બનેલી કોઈ વસ્તુ ન લેવી. આ બંને સાથે લેવાથી પેટનો દુખાવો, એસિડિટી, ગેસ અને ઊલ્ટી જેવી સમસ્યા થાય છે.


દહીં
દૂધ અને દહીંથી બનેલી વસ્તુ ક્યારેય પણ સાથે ન જમો. તેને સાથે જમવાથી એસિડિટી, ગેસ, ઊલ્ટી અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
લીંબુ
લીંબુ અને કોઈ ખાટી વસ્તુ ખાઈ રહ્યા છો તો એક કલાક સુધી દૂધ ન લેવું. તેને સાથે જમવાથી એસિડિટી, ગેસ જેવી સમસ્યા થાય છે.

Read Also

Related posts

બ્રાઉન રાઇસથી નહી ઘટે વજન, આ રીતે સફેદ રાઇસ ખાઇને પણ રહો સ્લીમ ટ્રીમ

Kaushik Bavishi

પાર્ટનરને લગ્ન માટે મનાવવાના આ છે સુપરહિટ રીતો

Kaushik Bavishi

ચટપટા ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે બનાવો મેંગો ઓટસ કબાબ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!