GSTV
Home » News » ભૂલથી પણ દાનમાં ન આપતા વસ્તુઓ, લક્ષ્મીજી રિસાશે અને બિઝનેસમાં આવશે નુકસાન

ભૂલથી પણ દાનમાં ન આપતા વસ્તુઓ, લક્ષ્મીજી રિસાશે અને બિઝનેસમાં આવશે નુકસાન

હિંદુ ધર્મમાં નિયમિત સ્નાન-પૂજા અને દાન-ધર્મનું ખૂબજ મહત્વ છે. ઘરમામ કોઇપણ નાનો-મોટો પ્રસંગ હોય ત્યારે પૂજા-પાઠ કરી બ્રાહ્મણ, ગરીબો અને અસહાય લોકોને યથાશક્તિ દાન કરવાનું મહત્વ છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા અનુસાર દાન-પુણ્ય કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. જોકે કેટલીકવાર લોકો અજાણતાં એવી વસ્તુઓનું દાન કરતા હોય છે કે, તેનાથી ફાયદો મળવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. અહીં જુઓ કઈ-કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઇએ.

  • ભૂલથી પણ સાવરણીનું દાન ન કરવું જોઇએ, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ ગણાય છે. એટલે સાવરણીનું દાન કરવાથી લક્ષ્મીજી રિસાઇ જાય છે. જેનાથી બિઝનેસમાં નુકસાન આવી શકે છે અને ગમે તેટલું કમાયા બાદ પણ ઘરમાં પૈસા ટકતા નથી.
  • શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વાસણનું દાન ન કરવું જોઇએ. ખાસ કરીને સ્ટીલનાં વાસણનું દાન કરવાથી ઘરમાંથી સુખ-શાંતિ જતી રહે છે.
  • તેલનું દાન કરવાથી શનિ દેવની કૃપા મળે છે, પરંતુ ખરાબ કે વાપરેલા તેલનું ક્યારેય દાન ન કરવું જોઇએ. તેનાથી શનિદેવ નિરાશ થાય છે.
  • કોઇને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય ગણાય છે, પરંતુ વાસી કે બગડેલું ભોજન કોઇને કરાવવું એ અશુભ ગણાય છે. તેનાથી ઘરમાં વાદ-વિવાદ થાય છે.
  • આજના સમયમાં ઘરમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ બહુ થાય છે, પરંતુ ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુનું દાન ન કરવું જોઇએ. તેનાથી ઘરમાં રહેતા લોકોની સફળતામાં અવરોધો ઊભા થાય છે.

Related posts

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari

પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરૂદ્દીને આપ્યો પડકાર, જ્યા ઈચ્છે ત્યાં લડવા માટે તૈયાર

Mansi Patel

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!