GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Tips and Tricks/ ફોન ચાર્જ કરતી વખતે ન કરો આ ભૂલો, મોબાઈલને થશે નુકસાન

મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેનાથી તમારો ફોન સેફ રહે અને નુકસાન પણ ન થાય. હંમેશા આપણે ફોનને ચાર્જ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જે પછી આપણને જ ભારે પડે છે, તેનાથી મોબાઈલ ફોન ફાટવાની શક્યતા રહે છે. આજે અમે તમને જણાવીશું કે એવી કંઈ ભૂલો છે જેનાથી આપણે બચવું જોઈએ તેના કારણે ફોન પણ સેફ રહે છે.

કેરળમાં વ્યક્તિના ખિસ્સામાં રહેલો ફોન થયો બ્લાસ્ટ

તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલા મોબાઈલમાં અચાનક આગ લાગી જાય છે. ફોનમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો પરંતુ વ્યક્તિએ તરત જ ખિસ્સામાંથી ફોન કાઢીને ફેંકી દીધો. જણાવી દઈએ કે ફોનને ખોટી રીતે ચાર્જ કરવાથી ફોનમાં હીટ જનરેટ થઈ જાય છે જેના કારણે ફોનમાં આગ લાગી શકે છે.

જો તમે ભીંત પર લગાવેલા બે ચાર્જિગ સોકેટમાં એકસાથે ફોનને ચાર્જ પર લગાવો છો અને જગ્યા ન હોવાના કારણે ફોનને એક ઉપર એક પ્લેસ કરો છો તો જણાવી દઈએ કે ફરીવાર આ પ્રકારની ભૂલ કરવાથી બચો.

આ પ્રકારની ભૂલો કરવાથી એટલે બચવું જોઈએ કારણકે જ્યારે તમે ફોન ચાર્જિંગ દરમિયાન એક ફોનને બીજા ફોન પર રાખો છો ત્યારે ફોનમાં જનરેટ થતી હિટથી ફોન ગરમ થાય છે અને જ્યારે એક ફોન બીજા ફોનની ઉપર હશે તો ફોનમાં ઓવરહિટના કારણે બ્લાસ્ટ થવાનો ખતરો વધી જાય છે.

ફોન સાથે આવતા ચાર્જરથી જ ફોન ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ હંમેશા એવું જોવા મળે છે કે ફોનની સાથે જોવા મળેલું ઓરિજિનલ ચાર્જર જો ખરાબ થઈ જાય છે તો લોકો કંપનીના સર્વિસ સેન્ટર કે ઓફિશિયલ સ્ટોર પર જઈને નવું ચાર્જર ખરીદવાની જગ્યાએ લોકલ ચાર્જર ખરીદીને લઈને આવે છે, જે સસ્તું હોય થે કે પછી ઘરમાં રહેલા બીજી કંપનીના ચાર્જરથી ફોન ચાર્જ કરવા લાગે છે.

પરંતુ આમ કરવાથી ફોન પર અસર તો થાય જ છે પરંતુ બેટરી પણ ખરાબ થઈ શકે છે. તેનાથી ફોન ગરમ થાય છે અને આગ લાગવાની સંભાવના રહે છે.

ચાર્જ કરતી વખતે ન કરો ફોનનો ઉપયોગ

હંમેશા લોકો ચાર્જિંગ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરે છે, કેટલીકવાર ફોનને ચાર્જ કર્યા પછી મોબાઈલમાં વીડિયો જોવા લાગે છે કે પછી ગેમ રમે છે પરંતુ આમ કરવાથી વધારે હિટ જનરેટ થાય છે. તેનાથી ફોનને ભારે નુકસાન થાય છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV