GSTV
Home » News » વરસાદમાં પલળી જાય તમારો Smart Phone, તો આવી ભૂલ તો ભૂલથી પણ ન કરતાં

વરસાદમાં પલળી જાય તમારો Smart Phone, તો આવી ભૂલ તો ભૂલથી પણ ન કરતાં

વરસાદની સીઝન શરૂ થઇ ચુકી છે અમે તમારા સ્માર્ટફોનને ડેમેજ થવાનું જોખમ વધી જાય છે. તેવામાં ઘણીવાર એવું બને છે કે તમારો ફોન વરસાદમાં પલળી જાય અથવા તો પાણીમાં પડી જતો હોય છે. આવામાં તમારે આ 10 વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જે તમારે બિલકુલ નથી કરવાની.

હેર ડ્રાયરનો યુઝ

જો તમારો ફોન પાણીમાં પલળી ગયો હોય તો તેને સુકાવા માટે હૈર ડ્રાયરની હૉટ એરનો યુઝ બિલકુલ ન કરો.

ચાર્જ ન કરો ફોન

પલળી ગયેલા સ્માર્ટફોનની બેટરીને ચાર્જ કરવા માટે ક્યારેય વૉલ સોકેટ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ ન કરો. એટલે કે એવા ફોનને ચાર્જ ન કરો

ફોનના જેકથી હેડફોન કનેક્ટ ન કરો

પાણીમાં પલળી ગયેલા સ્માર્ટફોનમાં હેડફોને 3.5 mm જેક સાથે કનેક્ટ કરવાની ભૂલ ક્યારેય ન કરતાં.

સિમ કાર્ડ ટ્રે ઓપન ન કરો

સિમ કાર્ડ બહાર કાઢવા માટે સિમ કાર્ડ ટ્રે ઓપન ન કરો. કારણ કે તેની અંદર પણ પાણી જઇ શકે છે.

ફોનનો યુઝ ન કરો

આવા સ્માર્ટફોનનો યુઝ ન કરો. તેને તરત જ સ્વિચ ઑફ કરી દો.

જાતે જ પાણી કાઢવાનો પ્રયાસ ન કરો

સ્માર્ટફોનમાંથી પાણી કાઢવા માટે તેને વધુ હલાવશો નહી કારણ કે તેનાથી પાણી સર્કિટની અંદર જઇ શકે છે.

ફોનની બેટરી બહાર ન કાઢો

ફોનને ડિસઅસેમ્બલ ન કરો અથવા તો તેની બેટરી કાઢવાનો પ્રયાસ ન કરો.

સર્વિસ સેન્ટરમાં જણાવો સમસ્યા

phone fall in water

ફોનને રિપેર કરાવા માટે જ્યારે તમે સર્વિસ સેન્ટરમાં જાઓ તો ટેક્નિશિયનને ફોન આપતા પહેલાં સંભવિત વોટર ડેમેજ વિશે જણાવો. ટેક્નિશિયનથી કોઇ વાત ન છુપાવો, નહી જો અજાણતા જ તમારા ફોનને વધુ નુકસાન થઇ શકે છે.

કોઇ બટન પુશ ન કરો

તમારા ફોનમાં વધુ પાણી ન જાય તે માટે જરૂરી છે કે તમે વોલ્યુમ અથવા તો પાવર બટનને પુશ ન કરો.

ફોનને હવામાં ન રાખો

પાણીમાં પલળી ગયેલા સ્માર્ટફોનને હવામાં ન રાખો અથવા તો તેમાંથી પાણી દૂર કરવાનો પ્રયાસ ન કરશો કારણ કે તેનાથી તેનો ભેજ વધી શકે છે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!