GSTV

મિલ્ખા સિંઘ માટે ચાહકો કરી રહ્યા છે ભારત રત્નની માંગ, જાણો ખેલ મંત્રીનું શું છે કહેવું

Last Updated on June 20, 2021 by Vishvesh Dave

શુક્રવારે મોડી રાત્રે ભારતના પ્રથમ એથ્લેટિક સ્ટાર મિલ્ખા સિંઘનું કોરોના બાદ અવસાન થયું હતું. શનિવારે મિલ્ખા સિંઘના રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારથી જ ચાહકો અને દિગ્ગજો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સાથે જ ફરી એક વખત તેમને ભારત રત્ન આપવાની માંગ શરૂ થઈ ગઈ છે. 1959 માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

મિલ્ખા સિંઘે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું હતું. તેણે એશિયન ગેમ્સમાં ચાર વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, તેમણે 1958 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 1960 ના રોમ ઓલિમ્પિક્સમાં હતું, જેમાં તેણે 400 મીટરની ફાઇનલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મિલ્ખા સિંઘ કોઈપણ એવોર્ડથી ઉપર છે

સેક્ટર 25 માં સ્મશાનગૃહમાં પૂરા રાજ્ય સન્માન સાથે મિલ્ખા સિંઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ ટીમે મહાન રમતવીરને બંદૂકની સલામી આપી હતી. તેમના પુત્ર અને આંતરરાષ્ટ્રીય ગોલ્ફર જીવ મિલ્ખા સિંઘે તેમના પિતાને અગ્નિદાહ આપ્યો હતો. ત્યારબાદથી સોશ્યલ મીડિયામાં પ્રશંસકોએ તેમને ભારત રત્ન આપવાની માંગ શરૂ કરી દીધી છે. આ સવાલ રમતગમતના મંત્રી કિરેન રિજીજુને પણ કરવામાં આવ્યો હતો જ્યારે તે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. તમને ટાઈમ્સ નાઉને આનો જવાબ આપતા કહ્યું હતું કે ” અમારી પેઢી માટે મિલ્ખા સિંઘ આયકન છે અને તેમની બહાદુરી કોઈપણ એવોર્ડથી ઉપર છે.”

મિલ્ખાએ દેશ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા

1958 મિલ્ખાની કારકિર્દીનું શ્રેષ્ઠ વર્ષ હતું. આ પછી, 1959 માં, તેણે ઘણી યુરોપિયન ઇવેન્ટ્સ જીતી. તે 1960 ની રોમ ઓલિમ્પિક્સ માટે તૈયાર થઈ રહ્યો હતો. તે અહીં જીતી શક્યો નહીં પરંતુ. 45.73 સેકન્ડનો સમય લઈને તેણે 400 મીટરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ ઘટના મિલ્ખાની ઓળખ સાથે સંકળાયેલી બની. 1960 ના રોમ ઓલિમ્પિક્સમાં જે બન્યું તે પછી, મિલ્ખાસિંહે ફરી એકવાર ઉત્સાહ બતાવ્યો. 1962 જકાર્તા એશિયન ગેમ્સમાં વધુ બે ગોલ્ડ મેડલ જીત્યા. માખનને તે વર્ષે રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં મિલ્ખાને હરાવ્યા હતા.

ALSO READ

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

Tokyo Olympic / ઓલમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા ખેલાડીઓનો દબદબો, આ રમતવીરોએ પોત-પોતાની રમતમાં મેળવી જીત

Zainul Ansari

Tokyo Olympic / મનિકા બત્રાની શાનદાર વાપસીથી મેડલની આશા જીવંત, યુક્રેનની મારગ્રેટને 4-3થી આપી મ્હાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!