GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

જ્યારે સાઇકલ પર રાજાને મળ્યા પહોંચ્યા PM, ફોટો વાયરલ

આપણે અહીં વડાપ્રધાન તો ઠીક, કોઈપણ રાજ્યના નાના મોટા મંત્રીઓ પણ કાફલો લીધા વિના નીકળતા નથી.મોટા નેતાનો કાફલો હોય તો રોડ પણ બ્લોક કરી દેવામાં આવે છે. પરંતુ એક PM એવા છે, જે સાઇકલ પર સવારી કરે છે તે જાહેર સ્થળો પર..

નેધરલેન્ડ્સના PM  માર્ક રૂતે એવા જ PM છે જે દેશના રાજાને મળવા માટે તેમના પેલેસ પર પહોંચ્યા ત્યારે બુલેટ પ્રુફ ગાડીઓમાંથી નહી પરંતુ સાઇકલ પરથી ઉતર્યા. માર્ક રૂતેની રૉયલ પેલેસમાં સાઇકલ પરની ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ઇન્ટરનેટ પર લોકો આ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વાસ્તવમાં પર્યાવરણની રક્ષા કરી રહેલા સમૂહોઓ અનુસાર, એમ્સટરડેમના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. આ હવામાં નાઇટ્રોજન ઑક્સાઇડની માત્રા ઘણી વધારે છે. વર્ષ 2015 પછી ત્યાંના સ્થાનીય લોકો પ્રદુષણના ખતરનાક સ્તરનો સામનો કરી રહ્યા છે.

આ ફોટો સૌથી પહેલા  UNના નેધલેન્ડ્સના પ્રતિનિધિ કેરાલ વૈન ઉસ્ટરમે પોસ્ટ કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, આ નેધલેન્ડ્સ છે. સરકારની રચના કરવા માટે રાજાને મળવા સાઈકલ પર જતા વડાપ્રધાન રૂતે. રૂતે છેલ્લા સાત વર્ષથી નેધરલેન્ડ્સના વડાપ્રધાન છે. તેમણે પહેલીવાર 2010માં વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તે 26 ઓક્ટોબરે ફરીથી શપથ લેવાના છે. આ તેમની ત્રીજી ટર્મ હશે.

વડાપ્રધાન મોદી આ વર્ષે જૂન મહિનામાં નેધરલેન્ડ્સની મુલાકાતે ગયા હતા. ત્યાં તે નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રૂતેને મળ્યા ત્યારે રૂતેએ મોદીને સાઈકલ ભેટમાં આપી હતી. વડાપ્રધાન મોદીએ આ ફોટો ટ્વિટર પર પોસ્ટ કરીને રૂતેનો આભાર માન્યો હતો.

Related posts

Corona થાય તો હોસ્પિટલ ન જતા તમને મારી નખાશે: વેક્સિનમાં નખાઈ છે ચીપ, મૌલાનાનું ચસક્યું

Harshad Patel

PoKમાં Corona વકર્યો, ના પાક પાકિસ્તાને માત્ર 2 વેન્ટિલેટર આપ્યા

Harshad Patel

અંડરવર્લ્ડમાં ખોફ પેદા કરનાર આ ડોનને થયો કોરોના, પત્નિ સહિત આ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઈલાજ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!