GSTV
Gujarat Government Advertisement

Netflixની આ ફેસિલિટી તમને થશે સૌથી વધુ લાભદાયી, લાવી રહ્યું છે ધમાકેદાર feature

Last Updated on January 31, 2021 by Pravin Makwana

જો તમે લોકો એવાં વર્ગમાં શામેલ છો કે જેઓને ફિલ્મ અથવા તો કોઇ પણ શો જોતાજોતા ઊંઘ આવી જાય છે તો હવે નેટફ્લિક્સ (Netflix ) આપની માટે એક કમાલનું ફિચર લઇને આવ્યું છે. જેને ઑન કર્યા બાદ ફિલ્મ અથવા તો શો એ કેટલાંક સ્પેસિફિક સમય બાદ આપમેળે જ બંધ થઇ જશે. આ સ્લીપ ટાઇમર ફીચર યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને જોડવામાં આવી રહી છે જેનાથી વીડિયો સ્ટ્રીમિંગની મજા વધુ સરસ થઇ શકે.

ટેસ્ટિંગ દરમ્યાન feedback મળતા તેને અન્ય ડિવાઇસ માટે પણ રોલઆઉટ કરાશે

ધ વર્ઝના રિપોર્ટ અનુસાર, કંપની આ ફીચરનું ગ્લોબલ ટેસ્ટિંગ કરી રહી છે અને શરૂઆતમાં આને માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેસ્ટિંગ દરમ્યાન ફીડબેક મળવા પર તેને અન્ય ડિવાઇસ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે કે જેમાં ટીવી સેટ અને ડેસ્કટોપ વગેરે શામેલ થશે.

સ્લીટ ટાઇમર ફીચરમાં યુઝર્સને કોઇ પણ વીડિયો માટે ચાર ટાઇમર સેટિંગ્સ પ્રદાન કરવામાં આવશે. જેમાં 15 મિનીટ, 30 મિનીટ, 45 મિનીટ અથવા તો પછી જે ફિલ્મ અથવા શો જોઇ રહ્યાં છે તેને છેલ્લે સુધીનો વિકલ્પ મળશે. યુઝર્સ પોતાની સુવિધા અનુસાર કોઇ પણ વિકલ્પને પસંદ કરી શકે છે અને પછી નક્કી કરેલો સમય થયા બાદ વીડિયો આપમેળે જ બંધ થઇ જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ટાઇમર ફીચર આવ્યા બાદ થોડાક સમય સુધી ફોનની બેટરી બચાવવામાં પણ મદદ મળશે.

જાણો કેવી રીતે Netflix Sleep Timer નો ઉપયોગ કરી શકશો?

આ ફીચર રોલઆઉટ થયા બાદ તમને તમારી Netflix એપ પર કોઇ ફિલ્મને ચલાવવાની રહેશે. ત્યાર બાદ સ્ક્રીનની ઉપર જમણી બાજુએ આપવામાં આવેલ ક્લૉક આઇકોન પર ટેપ કરો કે જેને ટાઇમર નામ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ 15 મિનીટ, 30 મિનીટ, 45 મિનીટ અથવા તો પછી ખતમ જેવાં ચાર વિકલ્પમાંથી પોતાની અનુકૂળતાએ કોઇ એક વિકલ્પને પસંદ કરી તેનો ઉપયોગ કરી શકો છો. એવું કહેવાઇ રહ્યું છે કે, આ ફીચર એડલ્ટ પ્રોફાઇલ સુધી સીમિત હશે એટલે કે કિડ્સ પ્રોફાઇલ માટે આ ફીચર ઉપલબ્ધ નહીં થાય.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અનુરાગ કશ્યપને દિકરી આલિયાએ પૂછ્યો સવાલ, હું પ્રેગનેન્ટ થઇ ગઇ તો? મળ્યો આ જબરદસ્ત જવાબ

Bansari

કામનું/ બાઈક ચલાવવાનો છે શોખ, તો જાણી લેવો ઓછા પેટ્રોલમાં માઈલેજ માટે આ 9 Tips

Damini Patel

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!