‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હોય કે રણવીર સિંહની ’83’, લેટેસ્ટ ફિલ્મોથી લઇ ઓરીજનલ કન્ટેન્ટ સુધી, બધું Netflix જેવા OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ OTT પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટનો આનંદ માણવા માટે, તમારે તેમનો સબ્સ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે. જો કે આ એપ્સે પ્લાનની કિંમત ઘણી સસ્તી રાખી છે, પરંતુ તમને જાણીને ખુશી થશે કે Netflix ફરી એકવાર તેના સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત ઘટાડવા જઈ રહ્યું છે. આવો જાણીએ આ વિશે બધું..
નેટફ્લિક્સ તેના સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત ઘટાડવા જઈ રહ્યું છે
થોડા સમય પહેલા, Netflixના CEO, Ted Sarandos એ પુષ્ટિ કરી છે કે Netflix ના સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત આગામી મહિનાઓમાં ફરી એક વાર ઘટાડવા જઈ રહ્યું છે. આ વાતનો ખુલાસો ટેડે કાન્સ લાયન્સ એડવર્ટાઈઝિંગ ફેસ્ટિવલમાં એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. હોલીવુડ રિપોર્ટરે આ વાતની પુષ્ટિ કરી છે.

ઓછી કિંમતમાં મળશે આવા સબ્સ્ક્રિપ્સના
Netflix સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત ઓછી હશે, પરંતુ તેની સાથે વધુ એક વસ્તુ થવા જઈ રહી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સના સીઈઓએ જે નવા અને સસ્તા પ્લાનની વાત કરી છે તે જાહેરાતો સાથે આવશે. આ પ્લાનની કિંમત ઓછી હશે કારણ કે તમારે તેમાં જાહેરાતો પણ જોવાની રહેશે. ટેડ સારાન્ડોસે કહ્યું છે કે આ પ્રકારના પ્લાનની માંગ યુઝર્સ દ્વારા જ કરવામાં આવી છે.

આ નિર્ણય પાછળનું કારણ
તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સે છેલ્લા વર્ષમાં ઘણા સબસ્ક્રાઈબર ગુમાવ્યા છે અને તેમના પેઈડ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2 લાખની નજીક છે. તેનાથી કંપનીની આવક વૃદ્ધિ પર મોટી અસર પડી છે. છેલ્લા છ મહિનામાં નેટફ્લિક્સે પણ લગભગ 300 કર્મચારીઓની છટણી કરી છે. હવે કંપનીને આશા છે કે આ સસ્તા એડ-ઓન સબસ્ક્રિપ્શન પ્લાનથી તેમની સ્થિતિમાં પણ સુધારો થશે.
તમને જણાવી દઈએ કે આ સસ્તો પ્લાન વર્ષ 2022 ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં આ પ્લાનની કિંમત વિશે કોઈ માહિતી સામે આવી નથી.
Read Also
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ
- અમદાવાદી કચોરી બોયનું સંઘર્ષ ભરેલુ જીવન / તન્મયનું સપનું થશે સાકાર, હવે બનશે એન્જિનિયર