GSTV

Netflix એ લોન્ચ કર્યુ નવુ ઈંટરફેસ, હિંદીમાં સર્ચ કરી યુઝર જોઈ શકશે આ ફિલ્મો

Netflix એ ભારતીય યૂઝર માટે ખુસખબરી લઈને આવ્યુ છે. હવે તમે હિંદીમાં પણ તેનો વપરાશ કરી શકો છો. ભારતમાં વીડિયો સ્ટ્રીમિંગ કંપનીએ ઈંટરફેલને હિંદીમાં લોંચ કરવાની જાહેરાત કરી છે. Netflix કંપનીએ ભારતીય યૂઝર માટે મોટા સમાચાર ગણાવ્યા છે. આ પહેલા ભારતીય ગ્રાહકો માટે સ્માર્ટફોન પર Netflix એપ્લીકેશન અંગ્રેજીમાં હતુ, પરંતુ હવે નવા વર્ઝન સાથે લોન્ચ થવાથી Netflix પર હિંદીમાં ટાઈપ કરી દેશ-વિદેશની ફિલ્મો અને વેબ સીરીઝને શોધવુ સરળ બની જશે.

પારિવારિક સભ્યોની ઘણી પ્રોફાઈલ

અંગ્રેજીથી હિંદીમાં ઇંટરફેસને સ્વિચ કરવા માટે Netflix એપ્લિકેશન પર લોગ ઇન કરવું પડશે. તેથી તેમનુ યુઝર ઈંટરફેસ હિંદીમાં થઈ જશે. જો તમારી પાસે પારિવારિક સભ્યોની ઘણી પ્રોફાઈલ છે તો, યૂઝર પ્રોફાઈલને પસંદ કરવાની જરૂરીયાત પડશે. અહીંયા પર લેંગ્વેજ ડ્રાપડાઉનમાં જઈને હિંદી સિલેક્ટ કરવી પડશે. હવે તમારુ Netflix ઈંટરફેસ પ્રોફાઈલ હિંદીમાં થઈ જશે. નેટફ્લિક્સ પર એક ખાતા હેઠળ 5 લોકો પોતાની પ્રોફાઈલ બનાવી શકે છે.

Netflixનું ભારતમાં હિંદી વર્ઝન લોન્ચ

કંપનીની ભારતીય કામગીરીની વાઇસ પ્રેસિડેન્ટ (કંન્ટેટ) મોનિકા શેરગિલે કહ્યું કે, અમને આશા છે કે, નવા ઈન્ટરફેસથી હિન્દી પસંદ કરનાર લોકોને વધુ સુવિધા થશે. તેમણે કહ્યું કે, નવા યુઝર ઇન્ટરફેસ કંપનીને વધુ લોકો સુધી પહોંચ બનાવવા માટે મદદ કરશે. Netflixની સબ્સ્ક્રિપ્શન યોજના દર મહિને 199 રૂપિયાથી શરૂ કરીને 799 રૂપિયા થાય છે. ભારતમાં કંપની વપરાશકર્તાને ચાર જુદા જુદા ભાવોની સેવાઓ પૂરી પાડે છે. નેટફ્લિક્સના નવા ઇન્ટરફેસનો ઉપયોગ ટીવી, ડેસ્કટોપ અને મોબાઇલની ત્રણેય બાજુઓ પર થઈ શકે છે.

READ ALSO

Related posts

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel

તમારી શાકભાજી કાપવાની રીત ખોટી હોઈ શકે છે? જાણો પૌષ્ટિકતા જાળવી રાખીને કાપવાની યોગ્ય રીત

Karan

વડોદરા/ કોરોનાની ગ્રાન્ટ ન ફાળવવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!