GSTV

ફક્ત 5 રૂપિયામાં માણો Netflixની મજા! આ ધાંસૂ ઑફરમાં જુઓ હજારો ફિલ્મો અને વેબ સીરીઝ

જો એક ચોકલેટની કિંમતમાં તમને આખો મહિનો Netflixની મજા મળે તો? તમને જાણીને કદાચ નવાઇ લાગશે પરંતુ જો તમને લકી હશો તો તમે પણ ફક્ત 5 રૂપિયામાં Netflixનો આનંદ લઇ શકશો. Netflixએ ભારતમાં એક પ્રમોશનલ કેમ્પેન શરૂ કર્યો છે. આ કેમ્પેન અંતર્ગત પહેલા મહિના માટે ફક્ત 5 રૂપિયા ચુકવીને તમે Netflixની મજા માણી શકો છો. પરંતુ તેના માટે કેટલીક શરતો પણ છે.

શું છે ઑફર

Netflixની આ ઑફર નવા યુઝર્સ માટે જ છે. તમાં પણ ફક્ત સિલેક્ટેડ યુઝર્સને જ આ ઑફરનો લાભ મળશે. જૂના યુઝર્સને આ ઑફરનો લાભ નહી મળે. Netflix પર કંપ્યૂટર અને એન્ડ્રોયડ ફોન્સ દ્વારા સાઇન-અપ કરનારાઓને આ ઑફર જોવા મળી શકે છે.

જો તમને સાઇન-અપ પહેલાં આ ઑફર જોવા મળે તો યુઝર્સે પહેલા પોતાનું સબસ્ક્રીપ્શન પ્લાન સિલેક્ટ કરવાનું રહેશે. Netflixના ચાર પ્લાન છે- મોબાઇલ માટે 199 રૂપિયા, બેસિક માટે 499 રૂપિયા, સ્ટાન્ડર્ડ માટે 699 રૂપિયા અને પ્રિમિયમ માટે 799 રૂપિયા દર મહિના ચુકવવા પડે છે.

Netflixએ એક નિવેદનમાં કહ્યું કે, આ એક માર્કેટિંગ પ્રમોશન છે જે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેનાથી વધુ લોકોને Netflix વિશે જાણ થાય. તેની સફળતાના આધારે અમે તેને વધુ મોટા પાયે શરૂ કરી શકીએ છીએ.

એક રિપોર્ટ અનુસાર, નેટફ્લિકે આ પગલું માર્કેટિંગ અને નેટફ્લિક્સને પ્રમોટ કરવા માટે લીધું છે. હાલ આ ઑફરને લઇને ટેસ્ટિંગ ચાલી રહી છે.  જો આ ટેસ્ટિંગ સફળ થાય તો આ ઑફર તમામ નવા યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવશે. Netflix એક વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે, જેના પર ગ્રાહક તેની ઓરિજિનલ સીરીઝ સાથે અનેક પોપ્યુલર ટીવી શૉ અને ફિલ્મો, વેબ સિરિઝ પણ જોઇ શકે છે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!