Netflix આજ રાતે 12 વાગ્યાથી ફ્રી છે. હંમેશા માટે નહીં પરંતુ ફક્ત બે દિવસ માટે. હકીકતમાં Netflixએ ભારતમાં બે દિવસો સુધી પોતાની સર્વિસ ફ્રી આપવાનુ એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે આ Netflix StreamFest અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. Netflixના આ સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન ભારતમાં કોઇપણ Netflixના પ્રીમિયમ કંટેન્ટને જોઇ શકે છે. તેના માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી. જો કે તેના માટે તમારી ઇમેલ આઇડી અથવા નંબર દ્વારા સાઇન ઇન-સાઇન અપ કરવાનુ છે.

Netflix અનુસાર બે દિવસ સુધી તમામ યુઝર્સ પાસે Netflixના તે તમામ ફીચર્સનુ એક્સેસ હશે જે હાલ પ્રીમિયમ યુઝર્સને આપવામાં આવે છે. સાઇન અપ કરવા માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ડીટેલ્સ પણ રજીસ્ટર નહી કરવી પડે.
Netflix સ્ટ્રીમફેસ્ટ અંતર્ગત ફ્રી Netflix જોવા માટે netflix.com/streamfest પર વિઝિટ કરી શકો છો. એન્ડ્રોયડ એપ પણ ડાઉનલોડ કરીને સાઇન ઇન અથવા પહેલાથી એકાઉન્ટ ન હોય તો સાઇન અપ કરી શકો છો.

આજથી Netflix.co,/streamfest પર જઇને રિમાઇન્ડર સેટ કરી શકો છો, જેથી જેવુ તે લાઇવ થાય તમે ફ્રી Netflix જોઇ શકો છો. કંપનીએ કહ્યું કે જે પણ લોકો સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન સાઇન ઇન કરશે તે સ્ટાન્ડર્ડ ડેફિનેશનના કંટેટને જ જોઇ શકશે.
સ્માર્ટફોનથી લઇને ટીવી દરેક જગ્યાએ જુઓ Netflixનું કંટેન્ટ
કંપનીએ કહ્યું કે Netflix એકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, આઇઓએસ ડિવાઇસ, ગેમિંગ કંસોલ દરેક જગ્યાએ કંટેન્ટ જોઇ શકશો. આ સ્માર્ટફોનથી ટીવીમાં કાસ્ટ પણ કરી શકાશે.ભારતમાં Netflix ફ્રી 5 ડિસેમ્બર 12.01 AMથી થશે અને તે 6 ડિસેમ્બરની રાતે 11.59 વાગ્યા સુધી ચાલશે.

કંપનીએ કહ્યું કે જો સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન વ્યુઅર્સની સંખ્યા લિમિટ કરવામાં આવશે. તેથી જો તમે આ દરમિયાન StreamFest is at capacityનો મેસેજ દેખાય તો તમને તે જણાવશે કે તમે ક્યારથી સ્ટ્રીમીંગ શરૂ કરી શકો છો.
જણાવી દઇએ કે હવે કંપનીએ પહેલા આપવામાં આવતા એક મહિનાના ફ્રી ટ્રાયલને બંધ કરી દીધું છે. તેની પહેલા નવા યુઝર્સ માટે એક મહિના સુધી Netflix ફ્રી આપવામાં આવતુ હતું, પરંતુ નવા બે દિવસની ફ્રી ઑફર લાવતા પહેલા જ કંપનીએ ફ્રી ટ્રાયલ ઑફર બંધ કરી દીધી છે. ભારતમાં Netflix વધુમાં વધુ યુઝર્સ બનાવવા માટે 199 રૂપિયાના મોબાઇલ ઑનલી પ્લાન પણ લઇને આવ્યુ હતુ. આ પ્લાન પોપ્યુલર પણ થયો પરંતુ તેની કેટલીક લિમિટેશન્સ છે. ભારતમાં Netflixને Amazon Prime Video અને Disney+ Hotstar જોરદાર ટક્કર આપી રહ્યાં છે.
Read Also
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો
- બેન્ક ખાતા બંધ કરાવવા માટે નહિ આપવો પડે ચાર્જ, અપનાવું પડશે આ ઉપાય