જો તમે Netfli જોવાના શોખિન છો તો આ સમાચાર ખાસ આપની માટે મહત્વના છે. હવે તમારે આ OTT Platform માં મનોરંજન માટે ઇન્ટરનેટની જરૂરિયાત નહીં પડે. Netflix એ એક નવું ફીચર લોન્ચ કર્યું કે જેની મદદથી તમે વગર ઇન્ટરનેટ કનેક્શને પણ તેનો લાભ ઉઠાવી શકશો. તો અહીં જાણીશું કે આખરે શું છે આ ખાસ ફીચર?

આવી ગયું છે Download for you ફીચર
ટેક સાઇટ telecomtalk અનુસાર, Netflix એ તાજેતરમાં જ એક Download for you ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમારી મનપસંદ વેબ સિરીઝ અને મૂવી આપમેળે જ ડાઉનલોડ થઇ જશે.
કેવી રીતે આ ફીચર કામ કરે છે?
હકીકતમાં Download for you ફીચર નેટફ્લિક્સ એપના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) થી કામ કરે છે. એટલે કે, જો તમે કોઇ વેબ સિરીઝ જોઇ રહ્યાં છો તો Netflix તમારા મોબાઇલમાં આગામી એપિસોડ ખુદ જ ડાઉનલોડ કરી દેશે. આ સિવાય તમારી પસંદને ધ્યાનમાં રાખતા એપ પોતાની મેળે જ મુવીઝ ડાઉનલોડ કરી દેશે. હકીકતમાં, જેવાં તમે કોઇ વાઇ-ફાઇ વાળી જગ્યામાં Netflix ઉપયોગ કરો છો તો આગામી સીરિઝ અથવા તો ફિલ્મ ડાઉનલોડ થઇ જાય છે. કોઇ મુસાફરી દરમ્યાન અથવા તો દૂરના વિસ્તારોમાં આ ફીચર મનોરંજન માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

પહેલાં પણ આને મળતું-ઝુલતું ફીચર હતું
Netflix માં આ ફીચર ભલે નવું હોય પરંતુ થોડાંક સમય પહેલાં Smart Downloads નામથી એક એવું ફીચર હતું કે જે માત્ર વેબ સિરીઝ (web series) માટે ઉપયોગમાં આવતું હતું. નવા ફીચરની મહત્વની બાબત એ છે કે, તેમાં મૂવી પણ ડાઉનલોડ થઇ શકશે.
જાણો કેવી રીતે આનો ઉપયોગ કરી શકશો?
મળતી જાણકારી અનુસાર, Netflix માં Download for you ને યુઝ કરવી એ ખૂબ જ સરળ છે, એ માટે સૌ પહેલાં આ એપના ડાઉનલોડ વિકલ્પમાં જાઓ. અહીં એવાં કન્ટેન્ટને પસંદ કરો કે જેને તમે ડાઉનલોડ કરવા ઇચ્છો છો. તમારી ડિવાઇસમાં ઉપલબ્ધ ફ્રી મેમોરીના હિસાબથી વેબ સીરીઝ અથવા તો મૂવી ડાઉનલોડ થઇ જશે.
READ ALSO :
- તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો
- વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન