GSTV

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

Last Updated on September 28, 2021 by pratik shah

ફિલ્મોમાં એવુ બનતું હોય છે હીરો-હીરોઈનની અચાનક યાદદાસ્ત જતી રહે. ઘટનાક્રમ ભૂલી જાય અને વળી પાછી ફિલ્મ પુરી થવાની હોય ત્યારે બધુ યાદ આવવા લાગે. ફિલ્મોમાં તો એ વાત મનોરંજન માટે હોય છે, પરંતુ આપણા રાજકારણમાં આવી ઘટનાઓ નિયમિત બને છે. ગઈ કાલે વિધાનસભામાં પણ બની હતી. મગફળી કૌભાંડ વખતે રેલી કાઢનારા રાઘવજી પટેલે કહ્યું હતું કે મને કૌભાંડની કશી ખબર નથી. એટલે કાં તો એમની યાદદાસ્ત જતી રહી છે અથવા તો કૌભાંડ બન્યું નથી એવુ નોલેજ હવે આવ્યું છે. એમના આ વિધાનથી નવી સરકાર અને તેની અણઆવડત પણ સામે આવવા લાગી છે.

વિધાનસભા ગૃહમાં મગફળી કૌભાંડ ગુંજ્યુ


વિધાનસભા ગૃહમાં મગફળી કૌભાંડ ગુંજ્યુ હતું. વિપક્ષના સવાલોના મારા સામે કૃષિમંત્રી રાઘવજી પટેલ રીતસર થોથવાયા હતાં. એક તબક્કે તો કૃષિ મંત્રીએ ત્યાં સુધી કહી દીધુ કે, મને મગફળી કૌભાંડ વિશે ખ્યાલ જ નથી.

raghavji patel


પ્રશ્નોતરી કાળ દરમિયાન મગફળીની ખરીદીને લઇને વિપક્ષે સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો સવાલ ઉઠાવ્યો હતોકે, એક બાજુ, પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહયાં છે. ખેડૂતોને પાક ઉત્પાદનના પુરતા ભાવો મળતા નથી, ગ્રાહકોને લાભ મળતો નથી તો પછી આ વચ્ચે મલાઇ કોણ તારી જાય છે તેનો સરકાર જવાબ આપે.
ગુજરાતમાં જુલાઈ-ઓગસ્ટમાં મગફળી કૌભાંડે સરકારને ધણધણાવી હતી. સરકારે જોકે છેવટે તેના પર ઠંડુ પાણી રેડી દીધું હતું. એક તબક્કે તપાસ કરતાં કરતાં 20થી વધારે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. મગફળી એ ગુજરાતના ખેડૂતોના મુખ્ય પાક પૈકીનો એક છે.


એ મગફળી ખરીદીનું મોટે પાયે કૌભાંડ 2018માં આકાર પામ્યું હતું. ખેડૂતો પાસેથી સારી મગફળી ખરીદ્યા પછી અચાનક સ્ટોકમાં પડેલી મગફળી નબળી હોવાનું કૌભાંડ સામે આવ્યુ હતું. જૂનાગઢથી શરૃ થયેલુ કૌભાંડ ગુજરાતના અનેક માર્કેટ યાર્ડમાં સામે આવ્યું હતું. એ વાત હવે સરકાર ભૂલી ગઈ હોય એવુ વિધાનસભામાં દૃશ્ય જોવા મળ્યું હતું.

અમિત ચાવડાએ મગફળી કૌભાડની વાતને તાજા કરી


ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુણવત્તાના બહાને ખેડૂતોને મગફળીના પુરતા ભાવો મળતા નથી તેવી વાત રજૂ કરી હતી. જ્યારે ધારાસભ્ય અમિત ચાવડાએ મગફળી કૌભાડની વાતને તાજા કરતા કહ્યું કે, મગફળીના કોથળામાં માટી,કાંકરા મળી આવતા હોબાળો મચ્યો હતો. બારદાનમાં ય મોટો ગોટાળો થયો હતો. ગોડાઉનમાં આગ લાગી હતી. આ બધુય જગજાહેર છે. આ વાત વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલે એવો જવાબ આપ્યો કે, છેલ્લા બે વર્ષથી મગફળીમા ઘાલમેલ થઇ હોય તેવુ મને ખબર જ નથી. આ સાંભળી ધારાસભ્ય અમિત ચાવડાએ એવો ટોણો માર્યો કે, તમે જ જામનગરમાં રેલી કાઢી હતી.


કોંગ્રેસે ત્યારે પણ આક્ષેપ કર્યો હતો કે ચાર હજાર કરોડનું કૌભાંડ થયું છે, તેમાં શું મુખ્યમંત્રી પોતે સંકળાયેલા છે કે કેમ? કોંગ્રેસ તો ઠીક ભાજપના ઘણા નેતાઓએ સ્વીકાર્યું હતું કે કૌભાંડ તો થયું છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મગફળી ખરીદીમાં થયેલા કૌભાંડની વાતને સ્વિકાર્યા બાદ રાજ્યના પૂર્વ પ્રધાન અને ભાજના ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ પણ મગફળી ખરીદીમાં ગોટાળો થયો હોવાની વાતનો એકરાર કર્યો હતો. પરંતુ હવે ભાજપના નેતાઓ કૌભાંડ વિશે અલગ વાત કરી રહ્યા છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!