GSTV
Gujarat Government Advertisement

કિંગ્સ ઇલેવન પંજાબ પર ઘેરાયા સંકટના વાદળ,આ કારણે મુકાઇ શકે છે પ્રતિબંધ

Last Updated on May 2, 2019 by Bansari

આઇપીએલની ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના માલિકોમાં સામેલ ઉદ્યોગપતિ નેસ વાડિયાને જાપાનમાં ડ્રગ રાખવાના ગુનામાં દોષિત ઠર્યો હતો. જે પછી જાપાનીઝ ઓથોરિટીએ તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે આ સજાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. નેસના ગુનાની સજા તેની આઇપીએલ ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબને પણ ભોગવવી પડે તેવી શક્યતા છે. આઇપીએલના નિયમો અંતર્ગત ટીમના માલિકની ગેરવર્તણૂંક કે ગુનાને કારણે ફ્રેન્ચાઈઝી પર પ્રતિબંધ મૂકાઈ શકે છે અને બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. 

વિનોદ રાયની આગેવાની હેઠળની બીસીસીઆઇની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની મિટિંગ શુક્રવારે મળવાની છે, જેમાં નેસ વાડિયાના મામલે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. 

આઇપીએલના નિયમને કારણે ફ્રેન્ચાઈઝી મુશ્કેલીમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઓપરેશનલ નિયમ અનુસાર કોઈ પણ ટીમના ઓફિસિઅલની વર્તણૂંક મેદાનની અંદર કે બહાર એવી ન હોવી જોઈએ કે જેનાથી તેની ટીમ, આઇપીએલ, બીસીસીઆઇ કે પછી ક્રિકેટની રમતની પ્રતિષ્ઠાને કલંક લાગે. જો કોઈ ટીમ ઓફિસિઅલ આ માટે દોષીત ઠરે તો તેની સામે પગલા લેવામાં આવી શકે છે અને તેની ટીમને પ્રતિબંધ સહિતની સજા ફટકારવામાં આવી શકે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ હવે શું કરશે ? 

જાપાનના ટાપુ હોક્કાઈડોના ન્યુ ચિતોસે એરપોર્ટ પર નેસ વાડિયા ૨૫ ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો. આ પછી તે દોષિત ઠર્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા થઈ હતી, જે પાચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ શુક્રવારે યોજાનારી મિટિંગમાં આ મામલે ચર્ચા કરશે. 

બીસીસીઆઇ સૌપ્રથમ તો તેનું આઇપીએલનુ એક્રેડેશન રદ કરી શકે છે. બોર્ડે પહેલા તો આ અંગે વિસ્તૃત તપાસ કરવા માટે એક કમિશનની રચના કરવી પડશે. આ કમિશન પક્ષકારોની સાથે વાત કરીને તેમનો રિપોર્ટ બીસીસીઆઇના ઓમ્બડ્સમેનને સોંપશે. જે આ અંગે અંતિમ નિર્ણય લેશે તેમ મનાય છે. 

ચેન્નાઈ અને રાજસ્થાન બે-બે વર્ષનો પ્રતિબંધ ભોગવી ચૂક્યા છે

વર્ષ ૨૦૧૩માં આઇપીએલ સ્પોટ ફ્કિસંગ કેસની સાથે જ સટ્ટેબાજીનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને ચેન્નાઈની ટીમના માલિક એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન સામે સટ્ટેબાજીનો આરોપ મુકાયો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમના સહ માલિક એવા રાજ કુન્દ્રા પર પણ આવો જ આરોપ મૂકાયો હતો. જે અંગે બીસીસીઆઇએ તો કડક પગલાં ભર્યા નહતા. જોકે સુપ્રીમ કોર્ટે નિમેલી રિટાયર્ડ ચીફ જસ્ટિસ આર.એમ. લોઢાની સમિતિએ આ અંગે તેમને દોષીત ઠેરવતા બંને પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. જ્યારે તેમની ફ્રેન્ચાઈઝીઓને બે-બે વર્ષના પ્રતિબંધનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે આવી જ રીતે કિંગ્સ ઈલેવન પંજાબને પણ સજા થાય તેવી શક્યતા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!