GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પત્ની સાથે વાત કરતા હતા કાકા, ભત્રીજાને જાણ થઈ ગઈ અને કાકાના કર્યા આવા હાલ

રાજસ્થાનના અજમેરમાં પોલીસે બીએસએફ જવાનની હત્યાના મામલાને ઉકેલી લીધો છે. હકીકતે આ મામલામાં જવાનનો ભત્રીજો જ આરોપી નિકળ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે કાકા પોતાના ભત્રીજાની પત્ની સાથે વાત કરી રહ્યા હતા.

આ વાતથી નારાજ ભત્રીજાએ પોતાના મિત્રની સાથે મળીને કાકાને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યાનો આ મામલો બે દિવસ જુનો છે અને હત્યારાની જાણ પોલીસે લગાવી લીધી છે. જાણકારી અનુસાર બીએસએફ જવાન પ્રધાન ગુર્જર રજાના દિવસ પર ગામે આવ્યો હતો. જે સમય ભત્રીજા જીતરામે તેની હત્યા કરી દીધી. જીતરામે પોલીસને પુછતાછ સમયે જણાવ્યું કે તેમના કાકા તેની પત્ની સાથે મોબાઈલ પર વાત કરતા હતા અને પત્ની સામે તેની ફરિયાદ કરતા રહેતા હતા.

આ વખતે પ્રધાન ગુર્જર જ્યારે વેકેશન પર આવ્યો તો ભત્રીજો તેમની સાથે ફરવા લાગ્યો. પછી ભત્રીજાએ કાકાને પુષ્કર અને અજમેર ફરવા જવાની યોજના બનાવી. કાકાની બોલેરો કારમાં પોતાના બે મિત્રો રામઅવતાર કસાના અને હનુમાન ખટાનાને સાથે લઈને તે પહેલા અજમેર દરગાહ પહોંચ્યા. ત્યાર બાદ પુષ્કરના બ્રહ્મા મંદિરમાં પુજા અર્ચના કરી અને અંતમાં રાત્રે પોતાના બે મિત્ર સાથે મળીને કાકાનું ગળું દબાવી દીધુ.   

ગળુ દબાવ્યા બાદ કાકાના ચહેરાને સંપુર્ણ રીતે ખરાબ કરી દીધુ. ત્યાર બાદ કાકાને તેની ગાડી સહિત તિલોનિયા ગામમાં ખાડામાં ધક્કો મારી દીધો જ્યાં સવારે ગામના લોકોએ ગાડી બહાર કાઠી તો તેમાંથી લાશ મળી.

એડિશનલ એસપી કિશન સિંહ ભાટીએ જણાવ્યું કે પોલીસે અજમેર અને પુષ્કરમાં લાગેલા સીસીટીવી અને ભત્રીજાના કોલ ડિટેલના આધાર પર ત્રણેય આરોપીને પકડી લીધા છે. પોલીસે જણાવ્યું કે કાકા અને ભત્રીજાના પરિવારમાં જુની દુશ્મની હતી. બન્નેના પરિવાર એક બીજા સાથે વાત ન હતા કરતા ફક્ત આ બંન્ને જ એક બીજા સાથે વાત કરતા હતા.

Read Also

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!