GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

આ ધાકડ મહિલા બોલરે રચ્યો ઇતિહાસ, એક પણ રન આપ્યાં વિના ધડાધડ ઝડપી 6 વિકેટ

આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટમાં સોમવારનો દિવસ ઈતિહાસિક સાબિત થયો. નેપાળની મહિલા ક્રિકેટર અંજલિ ચંદે આ દિવસે કોઈ પણ રન આપ્યા વિના છ વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. તેણે માલદીવ સામે આ આંકડો હાંસલ કર્યો. આ સાથે અંજલિ ટી -20 માં મહિલાઓ અને પુરુષો બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર બની છે.

નેપાળ વુમન્સ ક્રિકેટ ટીમની અંજલી ચંદે T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 13 બોલમાં હેટ્રિક સહિત 6 વિકેટ લીધી હતી અને તેમાં ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક સહિત બધા બેટ્સમેન શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. તેણે મલેશિયાની માસ એલિસાનો રેકોર્ડ તોડ્યો હતો. એલિસાએ જાન્યુઆરી 2019માં ચાઈના સામે 6 રન આપીને 3 વિકેટ લીધી હતી.

મેન્સ T-20 ક્રિકેટમાં બોલિંગ શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ભારતના દિપક ચહરના નામે છે. ચહરે ગયા મહિને બાંગ્લાદેશ સામે હેટ્રિક સહિત 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. માલદીવની ટીમ 10.1 ઓવરમાં 16 રનમાં ઓલઆઉટ થઇ હતી. નેપાળે 5 બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

Read Also

Related posts

ખારી નદીમાં પૂર આવતા 7 ગામના લોકોનો સંપર્ક કપાયો, ચંડીસર ગામ પાસે કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!