GSTV
Home » News » ‘ચોકીદાર’ શબ્દ ટ્રેન્ડમાં: ચોકીદારને લાંચ આપી ચોરી કરતી નેપાળી ગેંગ ઝબ્બે

‘ચોકીદાર’ શબ્દ ટ્રેન્ડમાં: ચોકીદારને લાંચ આપી ચોરી કરતી નેપાળી ગેંગ ઝબ્બે

ઘર, બંગલા અને  ઓફિસના વોચમેનને ફોડી મોટી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી નેપાળી ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલા ત્રણ પૈકીના બે આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ બારડોલી, વાપી ટાઉન અને સુરત ખાતે લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે.

જેમાં સૌથી મોટી વાપી ટાઉનમાં નોંધાયેલી રૂપિયા ૩૬ લાખની ચોરીનો ભેદ પણ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે. આરોપીઓ અન્ય ચોરીની ઘટનાને અંજામ આપવાના ઇરાદે પ્લાન બનાવી રહ્યા હતા. તે દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી પાડી ઘરફોડ ચોરી માટેના સાધનો સહિત એક મોટર સાયકલ મળી કુલ ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાના ભેદ પણ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

READ ALSO 

Related posts

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Nilesh Jethva

વ્હિક્લ ચલાવવું પડશે ભારે, સાથે 1 સપ્ટેમ્બર પછી SBI પણ લાવશે નવા નિયમ

Dharika Jansari

અનુભવી રોજર ફેડરરને ભારતનો આ યુવા ખેલાડી આપશે ટક્કર, 21 વર્ષ બાદ બની છે આ ઘટના

Mayur
Do NOT follow this link or you will be banned from the site!