GSTV

નેપાળમાં ચીનની દખલ વધી: નેપાળી સ્કૂલોમાં ચીની ભાષા ફરજિયાત ભણાવવા આદેશ

નેપાળમાં ચીનની દખલગીરી દિન-પ્રતીદિન વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. નેપાળની અનેક શાળાઓમાં ચીની ભાષા(મેંડરિન) શીખવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચાઇનીઝ સરકારનાં પ્રસ્તાવ પ્રમાણે નેપાળની અનેક ભાષામાં આ ચીની ભાષા શીખવાડવામાં આવશે. 10 પ્રસિદ્ધ ખાનગી શાળાઓનાં આચાર્ય અને શિક્ષકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાંવ્યું હતું કે, અમારી સંસ્થામાં મેંડરિન ભાષા શીખવી અનીવાર્ય કરી દેવાયું છે.

નેપાળનાં અનેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને મેંડરિન ભાષા શીખવા પર ભાર મુક્યો છે. તેમજ આ ચીની ભાષા શીખવી ફરજીયાત છે,કારણ કે, ચીનની સરકારે ચીની ભાષા મેંડરિન ભણાવવા વાળા શિક્ષકોને પગાર આપવાની વાત કરી છે.

વિદેશી ભાષા ફરજીયાત ન થઇ શકે

નેપાળમાં શાળાઓનાં અભ્યાસક્રમ તૈયાર કરતી સંસ્થા કારિકુલમ ડેવલપમેન્ટ સેન્ટરનાં નિર્દેશ પ્રમાણે નેપાળની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિદેશી ભાષા શીખવી જરૂર શકાય, પરંતુ વિદ્યાર્થીઓ પર વિદેશી ભાષા થોપીને તેને અનિવાર્ય કરી શકાય નહિં.

નેપાળમાં ચીનની દખલ વધી

અત્રે ઉલ્લેખનિય છે કે, ચીની ભાષા શીખવવાનું પગલું તેવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે નેપાળમાં ચીનની જખલગીરી વધી રહિ છે. ખાસ કરીને ચીનનાં મહત્વાંકાંક્ષી બેલ્ટ અને રોડ પરિયોજનાં સાકાર કરવા માટે. કારણ કે ભારત આ યોજનાનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે આ યોજનાં હેઠળ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીર(PoK)માંથી પસાર થશે.

READ ALSO

Related posts

ઓ બાપ રે આને કહેવાય દાન, દુનિયાના અરબપતિએ કોરોના સામે લડવા 28 ટકા સંપત્તિ કરી દીધી દાન

Ankita Trada

9 રાજ્યોએ લોકડાઉનમાં દારૂના વેચાણની માગી મંજૂરી, આ સરકાર તો હોમ ડિલીવરી આપશે

Mayur

પાંચ મિનિટ ઉભા રહી મોદીને સન્માનિત કરો : ખુદ મોદીએ કહ્યું મારા પ્રત્યે આટલો પ્રેમ હોય તો આ કરો, મારા માટે હશે મોટું સન્માન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!