નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને ત્યાંની સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં દેશમાં ભંગ સંસદની ફરી ચાલુ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ચોલેન્દ્ર શમશેરની આગેવાનીવાળી પાંચ સભ્યોની પીઠે પીએમ ઓલીના નિર્ણયને અસંવૈધાનિક કરાર દેતા આગામી 13 દિવસમાં સંસદનું સત્ર બોલાવાનો આદેશ આપ્યો છે.
હકીકતમાં જોઈએ તો, પીએમ ઓલીના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કુલ 13 અરજીઓ દાખલ કરવામા્ં આવી છે. તેમાંથી નેપાલી પાર્ટીના મુખ્ય સચેતક દેવ ગુરંગની અરજી પણ શામેલ છે. કોર્ટે મંગળવારના રોજ એક સાથે તમામ અરજીઓ પર સુનાવણી કરી હતી. જેના પર ચુકાદો આપતા કોર્ટે સંસદ ભંગના નિર્ણયને અસંવૈધાનિક જાહેર કર્યુ હતું.
ઓલીએ 20 ડિસેમ્બરના રોજ સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમના આ નિર્ણય બાદ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ નવો આદેશ 30 એપ્રિલ અને 10 મેના રોજ બે તબક્કામાં ચૂંટણી કરવાનું જાહેર કર્યુ હતું.
નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા ઓલીને
ઓલીના સંસદ ભંગના નિર્ણય બાદ સત્તાધારી નેપાલ કમ્યુનિસ્ટ પાર્ટીએ ઓલીને જ પાર્ટીમાં હટાવી દીધા હતા. જો કે, બાદમાં નેપાલના ચૂંટણી પંચે ઓલીને પદ પરથી હટાવવા અને પાર્ટીમાંથી હાંકી કાઢવાના નિર્ણયને રદ કરી દીધો હતો.
READ ALSO
- ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી
- બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી
- ડિજિટલ યુગ: દેશના પોલીસ અને ટ્રાફિક વિભાગને મળશે હાઈટેક ગિફ્ટ, અપરાધીઓ ચેતી જજો
- શહેરમાં ગઠિયાઓ બેફામ / કારનો કાચ તોડી જતી ગેંગ સક્રિય, બે દિવસમાં 2 ચોરીના બનાવ
- ઐતિહાસિક ક્ષણ: સેટેલાઈટ સાથે જશે વડાપ્રધાન મોદીની આ તસ્વીર, કુલ 25,000 લોકોના નામ સાથે ભગવત ગીતા પણ જશે