GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

નેપાળે ફરીથી ઓન એર કરી ભારતીય ન્યૂઝ ચેનલ, ગયા મહિને લગાવ્યો હતો પ્રતિબંધ

નેપાળમાં ફરી એકવાર, ભારતની તે તમામ ન્યુઝ ચેનલો પ્રસારિત કરવામાં આવી છે, જેને તાજેતરમાં નેપાળે ઓફ એર કરી દીધી હતી. નેપાળ ડીશ હોમના મેનેજિંગ ડિરેક્ટર સુદિપ આચાર્યએ આ માહિતી આપી છે. આચાર્યએ કહ્યું, “અમે નેપાળમાં પ્રતિબંધ મૂકાયેલી તમામ ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ શરૂ કર્યું છે.

વાસ્તવમાં, નેપાળમાં રાજકીય સંકટ દરમ્યાન જુલાઈની શરૂઆતમાં, ભારતીય ન્યુઝ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ નેપાળ મીડિયાએ ભારતીય મીડિયા પર જોરદાર પ્રહારો કર્યા હતા. નેપાળ મીડિયાના અનુસાર, પૂર્વ નાયબ વડા પ્રધાન અને નેપાળ સામ્યવાદી પક્ષના પ્રવક્તા નારાયણ કાઝીએ કહ્યું હતું, “નેપાળ સરકાર અને આપણા વડા પ્રધાન વિરુદ્ધ ભારતીય મીડિયામાં પાયાવિહોણા પ્રચારની તમામ મર્યાદાને પાર કરી દીધી છે.”

ઉલ્લેખનીય છેકે, નેપાળે તાજેતરમાં એક નકશો બહાર પાડ્યો છે, તે બાદથી નેપાળમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીની વિદેશ નીતિની ટીકા થઈ રહી છે. તેમની પાર્ટીમાં તેમના રાજીનામાની માંગ ઉઠી રહી છે. તેમના જ પક્ષના નેતા અને સહ અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડએ ઓલીના રાજીનામાની માંગ કરી છે.

નેપાળ આ મહિનાના મધ્ય સુધીમાં દેશનો નવો નકશો ભારત, સંયુક્ત રાષ્ટ્ર, ગૂગલ અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયોને મોકલશે. નેપાળનાં ભૂમિ મામલાના પ્રધાન પદ્મા એરિયલે શનિવારે (1 ઓગસ્ટ) ન્યુઝ એજન્સી એએનઆઈને આ વાત કહી હતી. નેપાળના નવા નકશામાં ભારતની સરહદે આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો કર્યો છે.

ભારતનો સખત વિરોધ હોવા છતાં નેપાળની સંસદે ગત 18 જૂને બંધારણમાં સુધારો કરીને નવા રાજકીય નકશાને અપડેટ કરવા માટે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતના ત્રણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. નેપાળના નકશામાં પરિવર્તન અને નેપાળી સંસદના નીચલા ગૃહમાં કેટલાક ભારતીય પ્રદેશોના સમાવેશને લગતા બંધારણ સુધારણા બિલ પસાર થવા પર ભારતે 13 જૂને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ કૃત્રિમ વિસ્તરણ પુરાવા અને ઐતિહાસિક તથ્યોના પર આધારિત નથી અને “માન્ય” પણ નથી.

ભારતે નવેમ્બર 2019માં એક નવો નકશો બહાર પાડ્યો હતો, ત્યારબાદ લગભગ છ મહિના પછી નેપાળે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પોતાનો દાવો રજૂ કરતાં આ વર્ષે મે મહિનામાં દેશનો સુધારેલો રાજકીય અને વહીવટી નકશો બહાર પાડ્યો. બંધારણ સુધારણા બિલ નેપાળી સંસદના ઉપલા ગૃહ નેશનલ એસેમ્બલી દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ પછી નકશાને નેપાળના રાષ્ટ્રીય પ્રતીકમાં બદલવાનો માર્ગ સાફ થઈ ગયો હતો.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદી માટે અમેરિકાથી આવી રહ્યુ છે ખાસ VVIP વિમાન, અધિકારીઓ ડિલીવરી લેવા પહોંચ્યા US

Pravin Makwana

અટારી-વાઘા બોર્ડર પર BSFનું મ્યુઝિકલ પરફોર્મન્સ, આ ગીતે લોકોના જીત્યા દિલ

Mansi Patel

રાજસ્થાન: ભાજપ શોધતુ રહ્યુ અને ધારાસભ્યો થઈ ગયા ગૂમ, વિશ્વાસ મત વખતે ફોન બંધ કરી બેસી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!