GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતિક જીત: નેપાળે છોડી દીધી જીદ, ભારતના હિસ્સાને નકશામાં નહીં દર્શાવે, ચીનને લાગશે ઝટકો

ભારત નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સરહદી વિવાદ વધ્યો છે. ભારતના કેટલાક ભાગોને આવરી લેતો નવો નકશો પ્રકાશિત કર્યા પછી રાજકીય અને રાજદ્વારી સંબંધોમાં તંગી વચ્ચે નેપાળે એક પગલું ભર્યું છે. નેપાળ દ્વારા દેશના બંધારણમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા નવા નકશાને ઉમેરવા માટે, બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત આજે સંસદમાં રજૂ કરવાની હતી. પરંતુ નેપાળ સરકારે છેલ્લા તબક્કે સંસદની કાર્યસૂચિમાં આજે બંધારણમાં સુધારો કરવાની કાર્યવાહીને આજે દૂર કરી દીધી.

સર્વપક્ષીય બેઠક બોલાવી હતી


નેપાળના શાસકપક્ષ અને વિરોધ પક્ષો બંનેની પરસ્પર સંમતિથી બંધારણ સુધારણા બિલને હાલના સમયે સંસદની કાર્યસૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે. મંગળવારે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નવા નકશાવાળા મુદ્દા પર રાષ્ટ્રીય સંમતિ બનાવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ ભારત સાથે વાટાઘાટો કરીને કોઈપણ રીતે આ મુદ્દાને સુલઝાવવા – હલ કરવા સૂચન કર્યું હતું.

વાટાઘાટો માટે રાજદ્વારી પરિપક્વતાનો દાખલો બેસાડ્યો

ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટોનો માહોલ બનાવવા માટે નેપાળે પોતાની તરફથી આ પગલું ભર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળને વાટાઘાટોનો માહોલ બનાવવાની માગ કરી હતી. નેપાળે નવા નકશાને સંસદમાં રજૂ નહીં કરીને રાજદ્વારી પરિપક્વતાનો દાખલો બેસાડ્યો છે.

નેપાળે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના દર્શાવ્યા

8 મેના ભારતે લિપુલેખાથી પસાર થનારા કૈલાશ માનસરોવર લિંક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. જેને લઈને નેપાળે વિરોધ દર્શાવ્યો હતો. નેપાળ ઉત્તરાખંડના લિપુલેખ કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરી રહ્યું છે અને તેણે આ ત્રણે વિસ્તારોને પોતાનામાં સામેલ કરીને નવો નકશો પણ તૈયાર કરીને જાહેર કર્યો હતો જેને આજે સંસદમાં પાસ કરવાનો હતો પરંતુ હવે તેને વાટાઘાટો – રાજદ્વારી વાતચીત માટે તૈયાર થયું છે. જેની તેઓએ પહેલ કરી છે.

Read Also

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

કેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!