GSTV

નપાવટ નેપાળને સબક શિખવવા ભારત બન્યું આક્રમક, નરવણેની બેઠક પહેલાં રોના વડા પહોંચ્યા નેપાળ

છેલ્લા થોડા સમયથી નેપાળ ચીનની સોડમાં ભરાઇને ભારત સામેં દાંતિયાં કરતું હતું. થોડો સમય નેપાળના અટકચાળા સહન કર્યા બાદ હવે ભારતે વળતું પગલું લીધું હતું. ભારતના લશ્કરી વડા જનરલ એમએમ નરવણે નેપાળની મુલાકાત લે એ પહેલાં રૉના વડા સામંત ગોયલે બુધવારે ઓચિંતી નેપાળની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. ગોયલ એક પ્રતિનિધિ મંડળ સાથે નેપાળ પહોંચ્યા હતા અને એક દિવસ નેપાળમાં રોકાયા હતા એવું નેપાળી મિડિયાએ એક અહેવાલમાં જણાવ્યું હતું.

રૉના વડા સામંત ગોયલે બુધવારે ઓચિંતી નેપાળની સરપ્રાઇઝ મુલાકાત લીધી

આવતા મહિને જનરલ એમ એમ નરવણે નેપાળની મુલાકાત લે એ પહેલાં રૉના વડા ગોયલે લીધેલી નેપાળની મુલાકાત સૂચક ગણાય. નેપાળ ચીનની સોડમાં વધુ પડતું ભરાઇ પડે અને પછી એને વાળવાનું મુશ્કેલ થઇ પડે એ પહેલાં જનરલ નરવણે નેપાળની મુલાકાત લઇને પરિસ્થિતિ કાબુમાં મેળવવાના પ્રયાસ કરશે એવી અપેક્ષા રખાતી હતી. ભારત અને નેપાળ વચ્ચે બહુ જૂના લશ્કરી સંબંધો છે.

ભારત અને નેપાળ વચ્ચે બહુ જૂના લશ્કરી સંબંધો

નેપાળે તાજેતરમાં પોતાના નકશામાં કાલા પાણી, લિંપિયાધુરા અને લિપુલેખ સામેલ કરી લીધા હતા. ત્યારથી ભારત અને નેપાળ વચ્ચે થોડી તંગદિલી સ્થપાઇ હતી. નેપાળની દલીલ એવી રહી હતી કે સરહદી વિવાદના નિરાકરણ માટે અમે લાંબા સમયથી વિદેશ ખાતાના સચિવોની બેઠકની માગણી કરી રહ્યા હતા. ભારત એનો અનુકૂળ જવાબ આપતું નહોતું. શક્ય છે કે જનરલ નરવણેની નેપાળ મુલાકાત વખતે આ મુદ્દે પણ કોઇ પગલાંનું વિચારવામાં આવે.

નેપાળી મિડિયાના અહેવાલો મુજબ ઇશ્વર પોખરેલ પાસેથી સંરક્ષણ ખાતું નેપાળના વડા પ્રધાન ઓલીએ લઇને ભારતને પોઝિટિવ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે પોખરેલ ભારત વિરોધી વિચારો ધરાવતા હતા.

READ ALSO

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!