GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ભગવાન શ્રી રામ ભારતીય નહીં પણ નેપાળી : ઓરિજનલ અયોધ્યા ભારતમાં નહીં નેપાળમાં, પીએમની ડગળી ચસકી

નેપાલના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ફરી એકવાર વાહિયાત નિવેદન આપ્યું છે. આ વખતે આ વિવાદિત નિવેદનમાં ઓલીએ ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. વડા પ્રધાનના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં ઓલીએ કહ્યું કે ભારતે ‘બનાવટી અયોધ્યા’ ઉભા કરીને નેપાળના સાંસ્કૃતિક તથ્યો પર અતિક્રમણ કર્યું છે.

નેપાળના પીએમ એ કર્યો દાવો

ઓલીએ દાવો કર્યો હતો કે ભગવાન શ્રી રામનું શહેર અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં નથી, પરંતુ નેપાળમાં વાલ્મિકી આશ્રમની નજીક છે. ઓલીએ કહ્યું કે આજદિન સુધી આપણે આ ભ્રમણામાં છે કે ભગવાન શ્રી રામે સીતા સાથે લગ્ન કર્યા છે અને તે ભારતીય છે. ભગવાન શ્રી રામ ભારતીય નથી પણ નેપાળના છે.

વાલ્મિકી આશ્રમ

ભાનુ જયંતિ નિમિત્તે બોલતા ઓલીએ કહ્યું કે, બીરગંજની પાસે થોરી નામની જગ્યામાં વાલ્મિકી આશ્રમ છે, જે જનકપુરના અયોધ્યાની પશ્ચિમમાં છે. એક રાજકુમાર ત્યાં રહેતા હતા. વાલ્મિકી નગર નામનું સ્થાન હાલમાં બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં છે, જેમાંથી કેટલાક નેપાળમાં પણ છે. તેમણે કહ્યું કે અયોધ્યાના લોકો ભારત દ્વારા દાવો કરેલા સ્થળે રાજા સાથે લગ્ન કરવા જનકપુર કેવી રીતે આવ્યા?

ઓલીએ કહ્યું કે તે સમયે ટેલિફોન અથવા મોબાઈલ નહોતો. ક્યાંથી જાણવું શક્ય નહોતું? પહેલાં લગ્ન નજીક-નજીક જ થતાં હતાં. એટલે ભારત જે અયોધ્યા દાવો કરે ત્યાં સુધી કોણ લગ્ન કરવા કોણ આવતું હશે? તેઓએ નજીકમાં જ લગ્ન કર્યાં હશે.

ભારતીય ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો

આ અગાઉ નેપાળે ભારતીય ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. નેપાળે આરોપ લગાવ્યો કે ભારતીય ચેનલો તેની સામે અપશબ્દો બતાવી રહી છે. એક આદેશમાં, નેપાળમાં કેબલ ઓપરેટરોએ ભારતીય ખાનગી ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. જે આજે ઉઠાવી લીધો છે. નેપાળના પીએમ મનફાવે તેમ બોલી રહ્યાં છે.

તેમણે દાવો કર્યો કે આપણે ભારતમાં સ્થિત અયોધ્યાનાં રાજકુમારને સીતા નહોતી આપી, પરંતું નેપાળનાં અયોધ્યાનાં રાજકુમારને આપી હતી, અયોધ્યા એક ગામ છે જે બીરજંગથી પશ્ચિમમાં આવેલું છે, ભારતમાં આવેલું અયોધ્યા વાસ્તવિક નથી.

ઓલીએ દાવો કર્યો કે જો ભારતની અયોધ્યા સાચી છે તો ત્યાથી રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે છે, તેમણે દાવો કર્યો કે વિજ્ઞાન અને જ્ઞાનની ઉત્પત્તિ અને વિકાસ નેપાળમાં થયો.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!