ભારત સાથેના વિવાદ વચ્ચે નેપાળમાં રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. ગુરુવારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ કેબિનેટ બેઠક પહેલા રાષ્ટ્રપતિ બિદ્યા ભંડારી સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. ત્યાર પછી તાત્કલિક કેબિનેટ બેઠકમાં હાલના બજેટ સત્રને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર પછી હવે એવા અહેવાલ પ્રાપ્ત કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી કે કેપી ઓલી નેપાળના જનતાને સંબોધન કરી શકે છે.
બજેટ સત્રને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
Nepal: Cabinet meeting at Prime Minister KP Sharma Oli’s official residence in Baluwatar concludes; Nepal Govt has decided to prorogue (discontinue without dissolving) the ongoing Budget Session of the Parliament. pic.twitter.com/F54XM1qvNO
— ANI (@ANI) July 2, 2020
ભારતની સાથે નકશા વિવાદ સર્જાયા બાદ જ પાર્ટીમાં કેપી ઓલી વિરુદ્ધ માહોલ સર્જાવાનો શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીનાં નેતાઓએ પહેલાજ કેપી ઓલી પાસેથી પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપવાની માંગ કરી હતી.


ત્યાર પછી પાર્ટી પ્રમુખ પદ છોડવાની વાત કરી હતી. જ્યારે કેપી ઓલી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી રહ્યા હાત, ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તેમની ગેર હાજરીમાં મંત્રીમડળે યથાવત રીતે ચાલુ રાખી હતી.
ગુરુવારનો ઘટનાક્રમ
ગુરુવારની સવારે PM કેપી ઓલીએ નેપાળની રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કર્યા બાદ તેમણે કેબિનેટની બેઠક બોલાવી હતી. નેપાળની રાજનીતિમાં સતત બદલાવ આવી રહ્યો છે. ઉલ્લખેનીય છે કે પ્રધાનમંત્રી કેપીઓલીએ આજે સવારે 11 કલાકે કેબિનેટની બેઠક બોલી હતી. જેને ટાળી ને આગળ વધારવામાં આવી છે.
કેપી ઓલીનો શું નિર્ણય છે, તેની હાલ અત્યારે કોઈપણ મંત્રીને જાણ નથી
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી રહી હતી, ત્યારે હવે શું થાય છે તેના પર તમામની નજર છે. કેપી ઓલીનો શું નિર્ણય છે, તેની હાલ અત્યારે કોઈપણ મંત્રીને જાણ નથી. ત્યારે નેપાળનાં રાજકારણમાં નવો વળાંક શું આવે છે તે હવે ખાસ જોવાનું રહ્યું.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….