Photos : દિવાળી પર અહીં થાય છે ‘શ્વાનની પૂજા’, આવી છે માન્યતા

દિવાળીનો તહેવારભારત સહિત દુનિયાભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ અવસરે લોકો સુખ-સમૃદ્ધિ માટેમા લક્ષ્મીની આરાધના કરે છે પરંતુ આપણા પાડોશી દેશમાં દિવાળીના અવસરે શ્વાનની પૂજાકરવામાં આવે છે. આ પૂજાને કુકુર તિહાર કહેવામાં આવે છે.

હકીકતમાં નેપાળ અને ભારતના અનેક હિસ્સાઓમાં દિવાળીને તિહાર કહેવામાં આવે છે અને નેપાળમાં કુકુરના નામે ઉજવાકા આ તહેવારમાં શ્વાનની પૂજા કરવામાં આવે છે.

નેપાળમાં દિવાળીનો પર્વ 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે નેપાળમાં કુકુર તિહાર ઉજવવામાં આવે છે જેમાં શ્વાનની પૂજા થાય છે.

કુકર તિહારના દિવસે શ્વાનને શણગાર કરવામાં આવે છે. ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને તેને મનપસંદ ભોજન કરાવવામાં આવે છે.

હિન્દુ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે શ્વાન યમનો દૂત છે અને મૃતકોના ન્યાયાધીશ છે. નેપાળમાં કુકુર તિહારને લઇને અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

સામાન્ય લોકો સાથે સેનાના જવાન પણ નેપાળમાં કુકુર તિહારના અવસરે ઉત્સાહ સાથે શ્વાનની પૂજા કરે છે.

આ દિવસે શ્વાનને તિલક કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે શ્વાન ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોમાં માન્યતા છે કે શ્વાનની પૂજાથી ભૈરવ પ્રસન્ન થાય છે.

નપાળના લોકોમાં તેવી માન્યતા છે કે માનવી અને શ્વાન વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇંદ્રએ યુધિષ્ઠીરને કહ્યું હતું કે તે પોતાના શ્વાનને સાથે લઇને સ્વર્ગમાં ન જઇ શકે પરંતુ પોતાના શ્વાન પ્રત્યે પ્રેમના કારણે યુધિષ્ઠીરે તેમ કરવાથી ઇનકાર કરી દીધો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter