GSTV

વિશ્વાસ નહીં આવે / આ દેશમાં રન વે પર મુસાફરો વિમાનને ધક્કો મારતા નજરે પડ્યાં, કારણ જાણીને ચોંકી જશો

Last Updated on December 3, 2021 by Dhruv Brahmbhatt

ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરાબ થાય અને તેને ધક્કો મારવો પડે તેવું તો ઘણી વખત બનતુ હોય છે. કારણ કે, આવાં દ્રશ્યો તો રોડ પર છાશવારે જોવા મળતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, પ્લેનને પણ રનવે પર ધક્કો મારવાના દહાડા આવ્યાં હોય. નહીં ને પણ આ વાસ્તવિકતા છે.

PLANE

પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટનામાં એરપોર્ટના રનવે પર વિમાનને મુસાફરો ધક્કો મારતા નજરે પડ્યાં હતા.આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે.નેપાળી પત્રકાર સુશીલ ભટ્ટારાયના કહેવા મુજબ વિમાનનુ ટાયર ફાટી જતા તે રન વે પર જ ઉભુ રહી ગયું હતું.

એ કારણોસર તેની પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડું થઈ રહ્યું હતું. જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે, નેપાળની સરકાર એરલાઈનો પાસે પૈસા તો વસુલે છે પણ એરપોર્ટ પર જરુરી સુવિધાઓ આપી રહી નથી.જેનુ વિમાન બગડયું છે તે એરલાઈન નેપાળના પડકારજનક એરપોર્ટ પર પણ વિમાનોનુ સંચાલન કરી રહી છે.

READ ALSO :

Related posts

BIG BREAKING: OBC Reservation/Quota: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક નિર્ણય, જાણો શું કહ્યું કોર્ટે!

pratik shah

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!