GSTV

નવા નકશા મામલે ભારતનું સમર્થન કરનારા નેપાળના સાંસદના ઘર પર હુમલો, વકરી શકે છે મામલો

નેપાળમાં સાંસદ સરિતા ગિરીએ સંવિધાન સંશોધનનો વિરોધ કર્યો હતો. જેથી અમુક અજાણ્યા શખ્સોએ તેમના ઘર પર પથ્થર મારો કર્યો છે. અને હુમલાખોએ તેમને એવી ચેતવણી આપી કે તેઓ દેશ છોડીને જતા રહે.

સમગ્ર મામલે સરિતા ગિરીએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે આ મામલે પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા તેમને કોઈ મદદ નથી મળી. નેપાળના વિવાદિત નકશાને કાયદાકીય રૂપ આપવા માટે સંવિધાન શંશોધન કરી રહ્યું છે. જે મામલે સરિતા ગિરીએ વિરોધ નોંધાવ્યો છે. જેના કારણે તેઓ ભારે હાંલાકીનો સામનો કરી રહ્યા છે.

મહત્વનું છે કે આ મામલે નેપાળમાં સોશિયલ મીડિયામાં પણ ભારે નિંદા કરવામાં આવી રહી છે. અને સાંસદના ઘરે હુમલો થયો હોવાને કારણે શાંતિ અને સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઉઠ્યા છે.

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!