GSTV

ભારતના આ પાડોશી દેશમાં શ્વાનની પૂજા કરીને ઉજવાય છે અનોખી દિવાળી, જાણો શું છે કારણ

દિવાળીના સમયે દેશ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળી એ હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. આ દિવસે બધે ઉત્સાહનો માહોલ હતો. આ દિવસે ધનની દેવી માં લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જો કે દિવાળી ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. પરંતુ એક દેશ એવો છે કે જ્યાં દિવાળીને અલગ રીતે ઉજવવામાં આવે છે.

ભારતના પાડોશી દેશ નેપાળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અહીં કૂતરાઓની પૂજા કરવામાં આવે છે, લક્ષ્મી-ગણેશની નહીં. નેપાળમાં દિવાળીને તિહાર કહેવામાં આવે છે. ભારતમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે તે જ રીતે તે ઉજવવામાં આવે છે. આ દિવસે નેપાળમાં લોકો દીવડાઓ પ્રગટ કરે છે, નવા કપડા પહેરે છે, ખુશીઓ વહેંચે છે. પરંતુ બીજા દિવસે બીજી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવાળીને કુકુર તિહાર કહેવામાં આવે છે. કુકુર તિહારમાં કુતરાઓની પૂજા કરવામાં આવે છે.

ખાસ વાત તો એ છે કે આ દિવાળી અહીં પૂરી થતી નથી પરંતુ પાંચ દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન લોકો ગાય, કૂતરો, કાગડો, બળદ વગેરે વિવિધ પ્રાણીઓની પૂજા કરે છે. કુકુર તિહારમાં કુતરાઓનું સન્માનીત કરવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે, ફૂલોના માળા અને તિલક પણ કરવામાં આવે છે.

આ ઉપરાંત કુતરાઓ માટે ખાસ વ્યંજન પણ તૈયાર કરવામાં આવે છે. કુતરાને દહીનું સેવન કરાવવામાં આવે છે. સાથે જ ઈંડા અને દુધ ખાવા માટે દેવામાં આવે છે. લોકો આવું એ માટે કરે છે કારણ કે તેની કામના હોય છે કે કુતરાઓ હંમેશા તેની સાથે રહે.

કુકુર તિહારમાં વિશ્વાસ કરનારા લોકો કુતરાને યમ દેવતાના સંદેશાવાહકના રૂપમાં જાણે છે. નેપાળી લોકો એવું પણ માને છે કે કુતરાના મર્યા બાદ તે પોતાના માલિકની રક્ષા કરે છે. આજ કારણે નેપાળમાં કુતરાની પૂજા કરવામાં આવે છે. દુનિયા જાનવો સામે ક્રુર થઈ રહી છે ત્યારે નેપાળનો આ તહેવાર એક ખાસ સંદેશો આપે છે.

Related posts

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!