GSTV
Home » News » નેપાળમાં ભારે વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો 43એ પહોંચ્યો, 24 લોકો લાપતા

નેપાળમાં ભારે વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો 43એ પહોંચ્યો, 24 લોકો લાપતા

નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીનવ પ્રભાવિત થયુ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 43 લોકોના મોત અને 24 જેટલા લોકો લાપતા થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 50થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ થયો. જ્યારે જનકપુરમાં 6 ઈંચ કાઠમંડુના અમુક ભાગોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.

નેપાળમાં 21 જિલ્લા વરસાદના કારણે પ્રભાવિત થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં નેપાલના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા 500 જેટલા ઘરને નુકસાન થયુ છે. જ્યારે રાહત અને બચાવ કાર્યમાં પોલીસ અને સેનાને કામે લગાવવામાં આવી છે. જ્યારે નેપાળે આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી મોટા રેન ફોરેસ્ટ અમેઝનમાં લાગી વિકરાળ આગ, અંધારામાં ડૂબ્યું સાઓ પાઓલો શહેર

NIsha Patel

પત્ની અનુષ્કા સાથે એન્ટીગાના બીચ પર આ રીતે એન્જોય કરી રહ્યો છે વિરાટ કોહલી

Arohi

તમારા ખરાબ સ્માર્ટફોનને ફક્ત 99 રૂપિયામાં રિપેર કરીને ઘરે પહોંચાડશે Flipkart, શરૂ કરી આ નવી સર્વિસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!