GSTV

નેપાળે ફરી દેખાડી ભારતને આંખો, કંઇ પણ ભારત કરી લે ચીન સાથે અમારા સંબંધો અતૂટ

Last Updated on September 28, 2020 by

નેપાળના છેલ્લા ઘણા દિવસથી ચીન સાથેના સંબંધો વધુ વિકસી રહ્યા છે. બીજી તરફ, ભારતની સાથે નેપાળનો બોર્ડરનો વિવાદ ઘેરો બની રહ્યો છે. ભારત અને ચીનની વચ્ચે બોર્ડર પર ચાલી રહેલા વિવાદમા નેપાળની ભૂમિકા વધુ મહત્વની બની રહી છે. તમામ વિશેષજ્ઞનું માનવું છે કે નેપાળમાં ચીનની વધતી હાજરી ભારતની સુરક્ષા માટે જોખમ છે. આ બધાની વચ્ચે, ચીનમાં નેપાળના રાજદૂત મહેન્દ્ર બહાદુર પાંડેએ રવિવારે ચીનની મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતીય મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે, તમામ પ્રયત્નો છતાં ભારતીય મીડિયા નેપાળ અને ચીનના સંબંધોને નુકશાન પહોંચાડી શકશે નહીં.

નેપાળ અને ચીન સારા પાડોશી દેશ છે અને મિત્રો પણ. વર્ષ 1955થી બંન્ને દેશો વ્ચ્ચે રાજનૈતિક સંબંધ છે. ચીનમાં નેપાળના નવા રાજદૂત હોવાના કારણે મારી પ્રાથમિકતા બન્ને દેશો વચ્ચે થયેલા કરારો છે. ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિએ નેપાળના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેપાળનો પ્રવાસ કર્યો અને તે સફળ પણ રહ્યો. લગભગ 20 કરારો પર હસ્તાક્ષર થયા. નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પણ ચીનનો પ્રવાસ કર્યો અને કેટલાક કરારો પર હસ્તાક્ષરો કર્યા. તેથી જ મારી પ્રાથમિકતા છે કે આ કરારો પર જલ્દીથી જલ્દી કામ આગળ વધી શકે.

ગયા વર્ષે અમે બેલ્ટ એન્ડ રોડ પરિયોજના હેઠળ કેટલાક પ્રોજેકટ શરૂ કર્યો છે. જે પ્રોજેક્ટમા શિક્ષણ, સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણ સંબંધિત છે. ચીનમા પોતાના કાર્યકાળ દરમ્યાન મારી પ્રાથમિકતામા આ વિષયો રહેશે. ચીનના સરકારી અખબારએ નેપાળી રાજદુતને પ્રશ્ન કર્યો કે કેટલાક વિદેશી મીડિયામા ખાસ કરીને ભારતીય મીડિયામા કહેવામા આવે છે કે ચીન અને નેપાળની ગાઢ મિત્રતા સુરક્ષાની દ્રષ્ટિએ જોખમરૂપ છે? તેના વળતા જવાબમા નેપાળી રાજદૂતએ કહ્યુ કે, આ તથ્યો આધારીત વાત નથી, પરંતુ પૂર્વગ્રહ છે. આ ડરની નિશાની છે. ભારત એક ઉપનેવિશ હતો, જ્યારે નેપાળ હંમેશાથી જ એક સ્વતંત્ર અને સંપ્રભુતા ધરાવતો દેશ છે. અમે કોઈ પણ વિચારધારા કે શક્તિ સાથે જોડાયેલા નથી.

તેમણે વધુમા જણાવ્યુ કે, ભારતીય મીડિયા પૂર્વગ્રહથી પ્રેરાયેલ છે અને ગુમરાહ પણ છે, જેના કારણે તેઓ આ રીતની ખોટી અફવાઓ છાપી રહ્યા છે, પરંતુ આ સત્ય નથી. ચીન અને નેપાળના સંબંધો સ્વાભાવિક અને મિત્રતાના છે. આ ક્ષેત્રનો પ્રશ્ન નથી, પરંતુ સમજ અને પરસ્પર મદદનો છે. ચીન અને ભારત બંન્ને પાડોશી છે એકબીજાને લઇને ડરવુ જોઇએ નહીં, પરંતુ અમારી સાથે હાથ મિલાવવો જોઇએ અને પરસ્પર સમજ વિકસિત કરતા સહયોગ વધારવાની કોશિશ કરવી જોઇએ.

READ ALSO

Related posts

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!