GSTV

ચીનના ઈશારે ભારતની સરહદે નેપાળનો ‘વિસ્તારવાદ’, ‘નો મેન્સ લેન્ડ’માં ડઝન કરતાં વધુ ગામડાં બનાવ્યાં

ભારત

Last Updated on February 20, 2021 by Bansari

ભારતની સરહદે નો મેન્સ લેન્ડમાં નેપાળે ડઝનક ગામડાં બનાવી લીધા હોવાનો સનસનીખેજ દાવો થયો છે. ચીનના ઈશારે નેપાળે ભારતની સરહદે પેશકદમી શરૃ કરી છે. બંને દેશોના નાગરિકોએ રહેવું નહીં એવી સમજૂતિ જે વિસ્તાર માટે થઈ હતી ત્યાં અચાનક ૧૫-૨૦ નેપાળી પરિવારો ઠેરઠેર રહેવા લાગ્યા છે.

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી અને બહેરાઈચ જિલ્લામાં નેપાળની સરહદે લગભગ ૪૩થી ૪૫ ફૂટનો વિસ્તાર નો મેન્સ લેન્ડ જાહેર થયો છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે આ વિસ્તારમાં બંનેમાંથી એકેય દેશના નાગરિકોને રહેવાની પરવાનગી મળતી નથી, પરંતુ ચીનના ઈશારે નેપાળે ભારતની સરહદે વિસ્તારવાદી અ-નીતિ અપનાવી છે.

નેપાળ

નેપાળે ડઝન કરતાં વધુ ગામડાં બનાવ્યાં

મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો એ પ્રમાણે ભારત-નેપાળની સરહદે નો મેન્સ લેન્ડમાં ઠેક-ઠેકાણે ૧૫-૨૦ નેપાળી પરિવારો રહેવા લાગ્યા છે. લગભગ એક ડઝન જેટલા સ્થળોએ આ ગેરકાયદે વસવાટ શરૃ થઈ ચૂક્યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે સ્થાનિક જિલ્લા પ્રશાસન આ બાબતે બેખબર છે. નેપાળે નો મેન્સ લેન્ડમાં ઠેર-ઠેર કબજો જમાવવાનું શરૃ કર્યું છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ વિસ્તારમાં નેપાળની ગતિવિધિ તેજ થઈ છે.

નેપાળ

સરહદે ઠેર-ઠેર ૧૫-૨૦ નેપાળી પરિવારો રહેવા લાગ્યા હોવાનો દાવો

૬૨મી બટાલિયન એસએસબીના સોનપથરી કંપનીના કમાન્ડર અજય કુમારને ટાંકીને અહેવાલોમાં દાવો થયો હતો એ પ્રમાણે આ અધિકારીએ નેપાળની સરહદે ગતિવિધિ તેજ થઈ હોવાની વાત સ્વીકારી હતી અને એ વિસ્તારમાં આબાદી વધી હોવાનું પણ કહ્યું હતું. ભારત-નેપાળના સંબંધો વર્ષો સુધી ખૂબ જ ગાઢ રહ્યા હતા, પરંતુ છેલ્લાં વર્ષોમાં સંબંધો વણસ્યા હતા. નેપાળ-ભારતની સરહદે રહેતા લોકોમાં રોટી-બેટીનો વહેવાર પણ છે, છતાં ચીનના ષડયંત્રના ભાગરૃપે હવે સરહદી વિસ્તારોમાં રહેતા યુવાનોમાં ભારત વિરૃદ્ધ અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે.

સરહદે રહેતા નેપાળી લોકોના માનસમાં ભારતની વિરૃદ્ધમાં ઝેર ભરવામાં આવી રહ્યું છે. ચીનના ઈશારે નેપાળે પણ ભારતની સરહદે પેશકદમી અને ગેરકાયદે બાંધકામો શરૃ કર્યા છે. સ્થાનિક અધિકારીઓએ આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

Read Also

Related posts

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!