GSTV
Home » News » કાલે જો આવી સ્થિતિ બની તો અન્ય પક્ષો મોદીને ટેકો નહીં આપે… પણ પોતે PM પદના દાવેદાર બનશે

કાલે જો આવી સ્થિતિ બની તો અન્ય પક્ષો મોદીને ટેકો નહીં આપે… પણ પોતે PM પદના દાવેદાર બનશે

modi Kedarnath Yatra

લોકસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. આ અગાઉ વિવિધ ખાનગી એજન્સીઓ દ્વારા કરાયેલા જુદા-જુદા એક્ઝિટ પોલ મુજબ પરિણામ આવે છે કે તેનાથી વિપરીત પરિણામ આવે છે તે જોવું મહત્ત્વનું બનશે. એક્ઝિટ પોલ પ્રમાણે જો એનડીએને 300 બેઠક મળશે. તો વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ બિરાજમાન થશે. તેમાં કોઈને પણ શંકા નથી, પરંતુ એનડીએને જો 240થી 250 બેઠક મળશે. તેવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી સર્જાય શકે છે અને તેઓ વડાપ્રધાન પદે બેસી શકશે નહીં કારણ કે લોકસભામાં સરકાર બનાવવા 272 બેઠક ની જરૂર છે આથી એનડીએને જો 240 થી 250 બેઠકો મળશે તો બહુમતી માટે વધુ 30થી 40 બેઠકોની જરૂર પડે છે.

આવી સ્થિતિમાં અન્ય નાના પક્ષો સાથે વાટાઘાટો કરાશે, પરંતુ અન્ય પક્ષોના નેતાઓ પણ મોદી અને અમિત શાહને પસંદ કરતા નથી. તેઓ એવી શરત મૂકશે કે જો વડાપ્રધાનપદે તમે ફરીથી મોદીને મુકવા માંગતા હો તો અમે ટેકો આપીશું નહીં પરંતુ જો તમે બીજા કોઈ નેતાને એટલે કે નીતિન ગડકરીને અથવા તેના વિકલ્પમાં રાજનાથસિંહને વડાપ્રધાન બનાવતા હશો તો અમે ચોક્કસથી ટેકો આપીશું.

આ પરિસ્થિતિ ભાજપ માટે અત્યંત કફોડી બની જશે, કારણ કે ભાજપ કોઈપણ ભોગે મોદી સિવાયના કોઈપણ નેતાને પીએમ પદ આપવા તૈયાર નથી. આથી ભાજપની ટોચની નેતાગીરી કેવો નિર્ણય લે છે તે જોવું પણ રસપ્રદ બનશે. ઓછી બેઠક મળશે તો અને વડાપ્રધાન તરીકે મોદી ફરીથી નહીં બેસી શકે તો ભાજપ વિરોધ પક્ષમાં બેસવાનું પણ પસંદ કરી શકે છે.

બીજીબાજુ સંઘના નેતાઓ પણ મોદી અને અમિત શાહથી નારાજ ચાલી રહ્યા છે. આથી સંઘ પણ નથી ઈચ્છતો કે મોદી ફરીથી વડાપ્રધાન બને આથી જો એનડીએને 240થી 250 બેઠક મળશે તો સંઘ પણ મેદાનમાં આવી જશે અને સંઘ ખુલ્લેઆમ નીતિન ગડકરીને આગળ કરશે કે એટલું જ નહીં અન્ય પક્ષો પણ નીતિન ગડકરીને સ્વીકારવા તૈયાર થઈ જશે. આમ જો અને તોની સ્થિતિમાં ભારતને નવા વડાપ્રધાન તરીકે નિતીન ગડકરી મળી શકે છે. આવતીકાલે સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!